વર્લ્ડ

શરીફ કટોરો લઈ ભીખ માંગવા નીકળ્યા છે, પૂર્વ પીએમ ઈમરાન ખાને માર્યો ટોણો

Text To Speech

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે પીએમ શાહબાઝ શરીફ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ ‘ભીખ માગવા માટેનો કટોરો’ લઈને વિશ્વના વિવિધ દેશોમાં પ્રવાસ કરી રહ્યા છે પરંતુ તેમાંથી કોઈ તેમને એક પૈસા પણ નથી આપી રહ્યું. પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફ પાર્ટીના પ્રમુખે એક સ્થાનિક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે જુઓ આ આયાતી સરકારે પાકિસ્તાનનું શું કર્યું છે. વડા પ્રધાનની તાજેતરની વિદેશ મુલાકાતો પર ટિપ્પણી કરતા, ઈમરાન ખાને કહ્યું કે શહેબાઝ શરીફ ભીખ માંગવા માટે વિવિધ દેશોમાં પ્રવાસ કરી રહ્યા છે, પરંતુ તેમાંથી કોઈ તેમને એક પૈસો પણ નથી આપી રહ્યું.

પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો

શરીફ ભારતને મંત્રણા માટે ભીખ માંગી રહ્યા છે, પરંતુ નવી દિલ્હી તેમને પહેલા આતંકવાદને ખતમ કરવાનું કહે છે. ભારતે કહ્યું હતું કે તે હંમેશા પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઈચ્છે છે, પરંતુ આવા સંબંધો માટે આતંકવાદ અને હિંસા મુક્ત વાતાવરણ હોવું જોઈએ. ઈમરાન ખાનની ટિપ્પણી શરીફની સંયુક્ત આરબ અમીરાતની બે દિવસીય મુલાકાતના અઠવાડિયા પછી આવી છે જે દરમિયાન અમીરાત આર્થિક કટોકટી સામે લડવા માટે 2 બિલિયન ડોલરની વર્તમાન ક્રેડિટ લાઇન અને 1 બિલિયન ડોલરની વધારાની ક્રેડિટ લાઇન વધારવા માટે સંમત થયા હતા.

ઈમરાન ખાનને ગોળીઓ વાગી હતી

ઈમરાન ખાને વધુમાં કહ્યું કે તેમને 100 ટકા ખાતરી છે કે શહેબાઝ શરીફ, આંતરિક મંત્રી રાણા સનાઉલ્લાહ અને ISI કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિંગના વડા મેજર-જનરલ ફૈઝલ નસીર તેમની હત્યાના પ્રયાસ પાછળ હતા. હકીકતમાં, ગયા વર્ષે 3 નવેમ્બરના રોજ, પંજાબ પ્રાંતના વજીરાબાદ વિસ્તારમાં (લાહોરથી લગભગ 150 કિમી દૂર) ઇમરાને તેની પાર્ટીની રેલી દરમિયાન કન્ટેનર લગાવેલા ટ્રક પર ત્રણ ગોળીઓ વાગી હતી.

Back to top button