વોડાફોન આઇડિયાના યુઝર્સ 13 કલાક સુધી નહી કરી શકે કોલ,મેસેજ કે ડેટાનો ઉપયોગ, જાણો શું છે કારણ ?
Vi : દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની Vi એટલેકે વોડાફોન આઇડિયા લિમિટેડના ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.Vi ના 13 કલાક માટે યુઝર્સ કોલ,મેસેજ,ડેટાનો આંનદ માણી શકશે નહી.કારણકે આજે 22 ડીસેમ્બર ના રોજ 13 કલાક માટે સેવા બંધ કરશે.આમાં કંપનીએ પ્રીપેડ વપરાશકર્તા માટે એક એલર્ટ જાહેર કર્યું છે,જેમાં Vi પોતાના યુઝર્સને એક સંદેશ મોકલી રહી છે જેમાં પ્રીપેડ સેવા 13 કલાક માટે બંધ રહેશે. આ સેવા 22 જાન્યુઆરીએ રાત્રે 8 વાગ્યે એટલે કે આજથી બંધ રહેશે. આ દરમિયાન યુઝર્સ ફોન રિચાર્જ પણ કરી શકશે નહીં.
આજ રાત્રે 8 વાગ્યે સર્વિસ બંધ થશે
આ મેસજમાં કંપનીએ જણાવ્યા અનુસાર પ્રીપેડ રિચાર્જની સુવિધા 22 જાન્યુઆરીની રાત્રે 8 વાગ્યાથી બંધ થઈ જશે. આ સેવા 13 કલાક માટે બંધ રહેશે અને બીજા દિવસે 23 જાન્યુઆરીએ સવારે 9.30 વાગ્યા પછી શરૂ થશે. આ સર્વિસ બંધ થવાની વાત પહેલા જાણ કરે છે કારણકે કંપનીના યુઝર્સને કોઈપણ વપરાશકર્તાને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે,એટલા માટે કંપનીએ યુઝર્સને મેસેજ મોકલીને જાણ કરી છે.આ મેસેજ Vi યુઝર્સને તેમના મોબાઈલ પર હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં મેસેજ મોકલ્યો હતો.
કંપની હાલ કરી રહી છે અનેક મુશ્કેલીઓનો સામનો
Vi ઉપર ભારે દેવાના બોજ સાથે સંઘર્ષ કરી રહી છે. કંપનીની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે. કંપનીએ સરકાર તેમજ ટાવર અને બાકી લાઇસન્સ ફી પણ ભરવામાં નિષ્ફળ રહવા પામી છે.જો લાયસન્સ ફી ચૂકવવામાં ન આવે તો કંપનીને લાઇસન્સ રદ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. Viને લાઇસન્સ ફી તરીકે રૂ. 780 કરોડ ચૂકવવાના હતા પરંતુ વોડાફોન વોડાફોન આઇડિયા લિમિટેડ માત્ર રૂ. 78 કરોડ ચૂકવી શક્યું છે .
Viએ 5G સેવા પણ શરુ નથી કરી શકી
જિઓ અને એરટેલ એ ટેલીકોમ સેક્ટરમાં પહેલેથીજ પોતાની 5G સેવા પણ શરુ કરી દીધી જયારે Vi એટલેકે વોડાફોન આઇડિયા લિમિટેડના યુઝર્સ માટે Vi હજુ પણ 5G સેવા પણ શરૂ કરી નથી.
આ પણ વાંચો : શું તમે પણ પરેશાન છો ધીમા ઈન્ટરનેટ સ્પીડથી ? તો અપનાવો આ ટ્રીક્સ,સ્પીડ થશે સુપરફાસ્ટ