અમેરિકાના કેલિફોર્નિયા અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવી છે. કેલિફોર્નિયા મોન્ટેરી પાર્કમાં ચાઈનીઝ ન્યૂ યર સેલિબ્રેશન કરવા માટે મોટી સંખ્યમાં લોકો ભેગા થયા હતા આ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગની ઘટના બનતા અફરા તફરીનો માહોલ છવાયો હતો. ફાયરિંગની આ ઘટનાામાં 10 લોકોના મોત થયા છે તેમજ અનેક ઘાયલ થયા છે.
કેલિફોર્નિયામાં અંધાધૂંધ ફાયરિંગ
મળતી માહીતી મુજબ ગઈ કાલે રાત્રે અમેરિકાના કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં ચીનના નવા વર્ષ નિમિત્તે એક કાર્યકર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા રાત્રે 10:00 વાગ્યા બાદ ફાયરિંગની ઘટના બની હતી. આ ગોળીબારમાં ઘણા લોકોને ગોળી વાગી હતી. અને અનેક લોકો આ ગોળીબારમાં ઘાયલ થયા હતા. જાણકારી મુજબ આ ઘટનામાં 16 લોકોને ગોળી વાગી હતી જેમાંથી 10ના મોત નીપજી ચૂક્યા છે. જ્યારે અન્ય ઘાયલ લોકો હાલ સારવાર હેઠળ છે. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
ચીનના નવા વર્ષના કાર્યક્રમમાં બની ઘટના
ચીનના નવા વર્ષ નિમિત્તે એક કાર્યકર્મનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા દરમિયાન ગોળીબારની ઘટના ઘટી હતી. ગોળીબાદની આ ઘટનામાં 16 લોકોને ગોળી વાગી છે. જેમાંતી 10 લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો મળી રહી છે. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને પોલીસે આ વિસ્તાની ઘેરાબંધી કરી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
રંગભેદના કારણે ઘટના બની હોવાનું અનુમાન
પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે અને ફાયરિંગ શા માટે કરવામાં આવ્યુ તેનું સાચુ કારણ જાણવા મળ્યુ નથી પરંતું રંગભેદના કારણે આ ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.
આ પણ વાંચો : ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થવાની શક્યતા, ICC એ T-20 માટે આ પ્રસ્તાવ મોકલ્યો