સ્ટેટ એક્વેટિક ચેમ્પિયનશીપ 2022: રાજપથ કલબના કોચ હાર્દિક પટેલના 14 સ્વિમરોએ જીત્યા 43 મેડલ
રાજકોટમાં સબ જુનિયર ગુજરાત સ્ટેટ એક્વેટિક ચેમ્પિયનશીપ 2022નું આયોજન કરાયું હતું. 28 અને 29 મેના દિવસે રાજકોટમાં યોજાયેલી આ સ્પર્ધામાં રાજ્યના 350થી વધુ પ્રતિયોગિયોએ ભાગ લીધો હતો.
અમદાવાદના રાજપથ ક્લબમાં સ્વિમિંગ કોચ હાર્દિક પટેલે તૈયાર કરેલા 14 વિદ્યાર્થીઓએ આ ચેમ્પિયનશીપમાં 43 મેડલ્સ જીત્યા છે તો તેમાંથી 2 તરણવીરોએ બેસ્ટ સ્ટેટ સ્વિમરનો ખિતાબ પોતાના નામે કર્યો છે.
બેસ્ટ સ્ટેટ સ્વિમર-2022
નિવાન અમીન- 5 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ
ધ્યાની પટેલ- 5 ગોલ્ડ મેડલ
નિવાન અમીન- ગ્રુપ-3 બેસ્ટ સ્ટેટ સ્વિમર અવોર્ડ
50 મીટર ફ્રી સ્ટાઈલ- ગોલ્ડ મેડલ
100 મીટર ફ્રી સ્ટાઈલ- ગોલ્ડ મેડલ
200 મીટર ફ્રી સ્ટાઈલ- ગોલ્ડ મેડલ
50 મીટર બટરફ્લાય- ગોલ્ડ મેડલ
50 મીટર બેક સ્ટ્રોક- ગોલ્ડ મેડલ
4×50 મીટર મેડલી રિલે- સિલ્વર મેડલ
હિયા શાહ- ગર્લ્સ ગ્રુપ-3
50 મીટર બેક સ્ટ્રોક-1 બ્રોન્ઝ મેડલ
100 મીટર બેક સ્ટ્રોક-1 બ્રોન્ઝ મેડલ
જહાન પટેલ- 3 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ
અરહાન હર્ષ- 3 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ
તનવ પંચાલ- 2 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ
દિયા પટેલ- 3 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ
રિશી પટેલ-1 સિલ્વર મેડલ, 1 બ્રોન્ઝ મેડલ
નિશીકા શાહ- 1 બ્રોન્ઝ મેડલ
રિચા રજની- 1 બ્રોન્ઝ મેડલ
અયાન ગુપ્તા- 1 સિલવર મેડલ
શ્રીહાન મોદી- 1 સિલ્વર મેડલ
ગર્લ્સ ગ્રુપ-1નું ઉત્તમ પ્રદર્શન
50 મીટર ફ્રી સ્ટાઈલ- ગોલ્ડ મેડલ
50 મીટર બ્રેસ્ટસ્ટ્રોક- ગોલ્ડ મેડલ
4×100 મીટર મેડલી રિલે- ગોલ્ડ મેડલ
100 મીટર બ્રેસ્ટસ્ટ્રોક- સિલ્વર મેડલ
100 મીટર ફ્રી સ્ટાઈલ- સિલ્વર મેડલ
4×100 ફ્રી સ્ટાઈલ રિલે- સિલ્વર મેડલ
50 મીટર બેક સ્ટ્રોક- બ્રોન્ઝ મેડલ
ગર્લ્સ ગ્રુપ-2
100 મીટર બટરફ્લાય- બ્રોન્ઝ મેડલ
ગર્લ્સ ગ્રુપ-3
100 મીટર બટરફ્લાય- બ્રોન્ઝ મેડલ
બોય્ઝ ગ્રુપ-1
50 મીટર બ્રેસ્ટસ્ટ્રોક- ગોલ્ડ મેડલ
બોય્ઝ ગ્રુપ-2નું શ્રેષ્ઠ પ્રદર્શન
100 મીટર બેક સ્ટ્રોક- ગોલ્ડ મેડલ
200 મીટર બેક સ્ટ્રોક- ગોલ્ડ મેડલ
4×100 મીટર મેડલી રિલે- ગોલ્ડ મેડલ
400 મીટર ઈન્ડીવ્યુજ્અલ મેડલી રિલે- સિલ્વર મેડલ
800 મીટર ફ્રી સ્ટાઈલ- બ્રોન્ઝ મેડલ
બોય્ઝ ગ્રુપ-3
4×50 મીટર મેડલી રિલે- સિલ્વર મેડલ
50 મીટર બ્રેસ્ટસ્ટ્રોક- ગોલ્ડ મેડલ
રાજપથ ક્લબમાં ટ્રેનિંગ માટે યોગ્ય વ્યવસ્થા રાજપથ ક્લબમાં સ્વિમિંગ માટે સારી તાલીમની સાથે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ પૂરું પાડવામાં આવે છે. જેના કારણે અહીં સ્વિમિંગ શીખવા આવતા બાળકો, યુવકો, યુવતીઓ સહિતના લોકોને સારી રીતે શીખી શકે અને સારું પ્રદર્શન કરી શકે છે.
રાજકોટ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં રાજપથ કલબના કોચ હાર્દિક પટેલના 14 સ્વિમરોએ 43 મેડલ જીત્યા હતા. આ તમામ સ્વિમરો રાજપથ ક્લબ ખાતે પ્રેક્ટિસ કરતા હતા. અમદાવાદના જાણિતા રાજપથ કલબ દ્રારા સ્વિમરોને વિવિધ સુવિધાઓ પણ આપવામાં આવી હતી. જેના પરિણામે આજે આ સ્વિમરો રાજ્યકક્ષાએ અમદાવાદ શહેર અને રાજપથ કલબનું નામ રોશન કરી શક્યા છે.
ઋષિ પટેલ કોચ હાર્દિક પટેલ સાથે
રાજ્યકક્ષાએ અમદાવાદ શહેર અને રાજપથ કલબનું નામ રોશન કરવા બદલ રાજપથ કલબના પ્રેસિડન્ટ જગદીશ પટેલ, સેક્રેટરી મિશાલ પટેલ, વાઈસ પ્રસિડન્ટ વિક્રમ શાહ, બોર્ડ મેમર્સ સહિત નગીનભાઈ પટેલે કોચ હાર્દિક પટેલ અને સ્વિમરોને શુભેચ્છાઓ પાઠવી હતી.