ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થવાની શક્યતા, ICC એ T-20 માટે આ પ્રસ્તાવ મોકલ્યો
ICCએ છ ટીમોની T-20 સ્પર્ધાનો પ્રસ્તાવ મૂક્યો છે. જાણકારી મુજબ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં યોજાનારી 2028ની આવૃત્તિ માટે ક્રિકેટને ઓલિમ્પિક રમતમાં સમાવે કરવામાં આવે તેવી શક્યતા છે. ICCએ ક્રિકેટને ઓલિમ્પિકમાં સમાવવા કરાવવા માટે પ્રસ્તાવ મોકલ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) ઓક્ટોબરમાં ક્રિકેટના સમાવેશ અંગે નિર્ણય લેશે. આ વાતની પુષ્ટિ મુંબઈમાં આઈઓસીના અધિવેશનમાં થશે.
છ ટીમોની T -20 સ્પર્ધા યોજવાનો પ્રસ્તાવ
છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટને ઓલિમ્પિકમાં સમાવેશ કરાવવાની વાતો ચાલી રહી છે. અને ICCએ ક્રિકેટને ઓલિમ્પિકમાં સમાવવા માટે પ્રસ્તાવ પણ મોકલ્યો છે. જેથી 2028 ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે એક અહેવાલ મુજબ ICCએ 2028ના ઓલિમ્પિક ગેમ્સ માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કાઉન્સીલને 6 ટીમોની પુરુષ અને મહિલા ટુર્નામેન્ટનો પ્રસ્તાવ મૂક્યો છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ યોગ્યતા આઇસીસી પુરુષ અને મહિલા T-20આઇ ટીમ રેન્કિંગના આધારે હશે, જેમાં ટોચની છ ટીમો આ યાદીમાં સ્થાન મેળવશે. આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ક્રિકેટના સમાવેશ અંગેનો નિર્ણય આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) ઓક્ટોબરમાં લેશે. આ વાતની પુષ્ટિ મુંબઈમાં આઈઓસીના સેશનમાં થશે, જે ચાલુ વર્ષે ઓક્ટોબરની આસપાસ યોજાવાની શક્યતા છે.
ICC ની ઓલિમ્પિક્સ કાર્યકારી સમિતિમાં જય શાહનો સમાવેશ
2036માં ભારત ઓલિમ્પિક્સનુ યજમાન બનવાની મહત્વકાંક્ષાએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ICCની ઓલિમ્પિક્સ માટેની કાર્યકારીી સમિતિના સમૂહમાં જય શાહનો સમાવેશ કરાયો છે. BCCI ના સચિવ જય શાહે ભારતમાં ઓલિમ્પિક્સની યજમાન પદની મહત્વકાંક્ષાને લઈ રણનિતીને ભાગરુપે આ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યુ છે. જે સમિતિનુ અધ્યક્ષ પદ આઈસીસીના અધ્યક્ષ ગ્રેગ બાર્કલે સંભાળે છે. આ સમિતિમાં અમેરિકન ક્રિકેટ સંઘના પૂર્વ અધ્યક્ષ પરાગ મરાઠે અને ઈંદ્રા નૂઈ સ્વંતંત્ર નિર્દેશકના રુપમાં સામેલ છે.
આ પણ વાંચો : શમી-બુમરાહ અને સિરાજની ત્રિપુટી જીતાડશે વર્લ્ડકપ, વિરોધીઓની થશે હાલત ખરાબ