સાયકલ ટ્રેક અંગે જાગૃતિ લાવવા સુરતમાં પહેલીવાર સાયક્લોથોનનું આયોજન
સુરત મહાનગરપાલિકા, સુરત સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લિમિટેડ અને સુરત શહેર પોલિસ દ્વારા શહેરમાં નોન-મોટરાઈઝડ વ્હીકલોને પ્રોત્સાહન આપવા તથા સુરત શહેરને સાયકલિંગ-ફ્રેન્ડલી બનાવવાં હેતુથી સાયકલિંગ અવેરનેસ માટે રવિવારના રોજ સવારે “સાયક્લોથોન”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેતાઓની સાથે અધિકારીઓ અને સામાન્ય જનતાએ સાયકલની મજા માણી હતી.
આ દરમિયાન સાયકલોથોનનો શુભારંભ રાજ્યના મંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર. પાટીલ, મેયર હેમાલીબેન બોઘાવાલા, સુરત મનપા કમિશનર શાલીની અગ્રવાલ, ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી, સ્થાયી સમિતિ ચેરમેન પરેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં કલાકે પોલિસ પરેડ ગ્રાઉન્ડ, અઠવાલાઇન્સ ખાતેથી કરવામાં આવી હતી.
સૌ પ્રથમ સુરત મેયર દ્વારા સાયકલોથોનમાં ભાગ લેવા આવેલ તમામ પાર્ટિસિપન્ટો તથા શહેરીજનોને આવકારવામાં આવેલ અને ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવો શરૂઆતમાં 20 કિમી રાઈડનું ફ્લેગ ઓફ કરવામાં આવેલ અને ત્યારબાદ ૫ કિમી ફન રાઈડનું ફ્લેગ ઓફ કરવામાં આવેલ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સાયકલીંગ કરવામાં આવ્યું હતું. સદર સાયકલોથોન અંગે શહેરીજનોમાં ખુબ જ મોટા પ્રમાણમાં પ્રતિસાદ મળેલ અને પાર્ટિસિપન્ટોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળેલ. કુલ 7000 થી વધુ પાર્ટિસિપન્ટો દ્વારા સાયકલોથોનમાં ભાગ લેવામાં આવેલ. સુરત મહાનગરપાલિકા દ્વારા રાજકીય અને રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેતી સાયકલોથોનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
5 કિમી ફન રાઈડમાં ભાગ લેનાર પાર્ટિસિપન્ટસ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી થઇ કારગીલ ચોક થઇ જીલ્લા સેવા સદન (ક્લાસિક રેસ્ટોરન્ટ) થી યુ-ટર્ન લઇ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરત આવેલ અને 20 કિમી રાઈડમાં પાર્ટિસિપન્ટ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી થઇ એરપોર્ટ થઇ જીલ્લા સેવા સદન (ક્લાસિક રેસ્ટોરન્ટ) થી યુ-ટર્ન લઇ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પરત આવેલ. સાયકલોથોન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સાયકલીંગ એન્થમ પણ લોન્ચ કરવામાં આવેલ અને ત્યારબાદ સાયકલીંગ સંસ્થા BYCS INDIA ના સી.ઈ.ઓ. ડો. ભૈરવી જોષી દ્વારા અનિલભાઈ મારડિયાને સુરત સાયકલીંગ મેયર ઘોષિત કરવામાં આવેલ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
તદુપરાંત મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલ FREEDOM2WALKCYCLERUN ફોર સિટી લીડર્સ ચેલેન્જમાં સુરત શહેરનું પ્રતિનિધિત્વ કરનાર સિટી લીડર્સ નામો પણ ઘોષિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : રખડતાં ઢોર મામલે સુરતમાં તંત્રએ શરૂ કરી કામગીરી, જાણો કેટલાં ઢોર પાંજરે પૂર્યા ?