જગદગુરુ શંકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, ‘ચમત્કાર દેખાડનારાઓએ જોશીમઠ આવવું જોઇએ’
છેલ્લા થોડાં દિવસથી ચર્ચામાં આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હવે વિરોધના સૂર વધી રહ્યા છે. આ મામલે કોઈનું પણ નામ લીધા વગર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. દિવ્ય દરબાર દેખાડનારાઓને પડકાર ફેંકતા કહ્યું કે ચમત્કાર દેખાડનારાઓએ જોશીમઠ આવવું જોઈએ અને ધસી રહેલી જમીનને અટકાવી બતાવે તો હું તેમના ચમત્કારને માનું.
આ પણ વાંચો : “ધીરેન્દ્ર શાસ્ત્રી” ચમત્કારી બાબા કે ઢોંગી બાબા!
છત્તીસગઢના બિલાસપુર આવેલા શંકરાચાર્યે આરોપ લગાવ્યો કે, લોકો ધર્માંતરણના પક્ષમાં કે વિરોધમાં બોલે છે તેની પાછળ કોઈ ધાર્મિક કારણ નથી. તેની પાછળ રાજકીય કારણ છે. અખંડ ભારતનું નિર્માણ ફરીથી થવું જોઈએ. આ દેશમાં રહેવું છે. હિંદુઓ વચ્ચે રહેવું એ હિંદુ અને મુસ્લિમ બંનેનું નસીબ છે, તો પછી અલગ દેશની જરૂર નથી. તેથી ફરી એકવાર પાકિસ્તાન પર પુનર્વિચાર થવો જોઈએ અને બંને દેશોએ એક થવું જોઈએ.
શંકરાચાર્યે દિવ્ય દરબાર વિશે શું કહ્યું
શંકરાચાર્યે એમ પણ કહ્યું હતું કે વેદ પ્રમાણે ચમત્કાર કરનારાઓને હું માન્યતા આપું છું. જો કે પોતાની વાહવાહી કરનાર અને ચમત્કાર બતાવવાની કોશિશ કરનારએ હું માન્યતા આપતો નથી. શંકરાચાર્યએ દિવ્ય દરબાર શરૂ કરનારને કહ્યું જુઓ ભવિષ્ય આપણાં ત્યાં જયોતિષ શાસ્ત્ર અનુસાર રાશિફળ હોય છે. આપણાં ત્યાં જે જ્યોતિષ છે તે ત્રિસ્તકંડ ગણાય છે. તેમાં હોરા શાસ્ત્ર પણ છે. હોરા શાસ્ત્ર એટલે કે જેમાંથી જન્મ કુંડળી અથવા પ્રશ્ન કુંડળી તૈયાર કરવામાં આવે છે.
શાસ્ત્રોના આધારે ગુરુના શબ્દો: અવિમુક્તેશ્વરાનંદ
તેમણે કહ્યું કે જયોતિષ શાસ્ત્ર મુજબ જો ત્યાં કોઈ ભવિષ્ય બતાવવામાં આવે છે તો તે શાસ્ત્રની કસોટી પર છે તો હું તેને માન્યતા આપું છું. માંરૂ કહેવું છે કે જે પણ ધર્મગુરુઓ અનુસાર કરવામાં આવી રહ્યું છે તે શાસ્ત્રોની કસોટી પર ખરું ઉતરેલું હોવું જોઈએ. મનસ્વી ન હોવું જોઈએ. જો કોઈ પણ ગુરુના મુખમાંથી નીકળતા શબ્દોને શાસ્ત્રો દ્વારા કસોટી કરવામાં આવે તો આપણે તેને માન્યતા આપીએ છીએ. ન તો આપણે મનસ્વી રીતે બોલવા માટે અધિકૃત છીએ અને ન તો આપણે મનસ્વી રીતે બોલીએ છીએ.