રાજ્યમાં હાલ ઠંડી ઘટી છે. જેમાં અમદાવાદમાં 10.8 ડિગ્રી તાપમાન થયુ છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એકવાર કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે. તથા આ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં પણ પારો ગગડયો છે. ત્યારે પાટનગર ગાંધીનગર અને કચ્છના નલિયામાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
આ પણ વાંચો: મોરબી બ્રીજ દુર્ઘટનામાં 135 માસુમોનો “જીવ લેનારા” ઓરેવાના માલિક જયસુખ સામે ધરપકડ વોરંટ
નલિયામાં લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી નોંધાયુ
અમદાવાદ સહિત રાજ્યમાં ફરી તાપમાનનો પારો ઉચકાયો છે. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી થઈ ગયું છે, જે સામાન્ય કરતાં 1.7 ડિગ્રી વધુ નોંધાયુ છે. અમદાવાદ શહેરમાં બે દિવસ પહેલા તાપમાનનો પારો 13.4 ડિગ્રીએ પહોચ્યો હતો જેમાં 2.6 ડિગ્રી પારો ગગડયો છે. આ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં પણ પારો ગગડયો છે. પાટનગર ગાંધીનગર અને કચ્છના નલિયામાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી નોંધાયુ હતુ. આમ નલિયામાં 24 કલાકમાં 1.8 ડિગ્રી પારો નીચે ઉતર્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ તંત્રની બેદરકારી, સાબરમતી નદીકાંઠા વિસ્તારમાં દબાણો વધ્યા
અમદાવાદમાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયુ
હવામાન ખાતાના સંકેતો મુજબ રાજ્યમાં ફરી એકવાર કાતિલ ઠંડીનો રાઉન્ડ આવી શકે છે. આગામી દિવસોમાં હજુ તાપમાનનો પારો ગગડે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી વિગતો મુજબ અમદાવાદમાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. એ સિવાય ડીસામાં 11.1, ગાંધીનગરમાં 9.8, વડોદરામાં 14, સુરતમાં 15.6, વલસાડમાં 13, નલીયામાં 9.8, કંડલામાં 11.2, અમરેલીમાં 10.4, ભાવનગરમાં 14.2, પોરબંદરમાં 13 અને રાજકોટમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. માઉન્ટઆબુમાં ઠંડી ઘટી, એક ડિગ્રી તાપમાન, ગુરુશિખર પર -2 ડિગ્રી ઠંડી પડી છે.