ગુજરાતટોપ ન્યૂઝ

મોરબી બ્રીજ દુર્ઘટનામાં 135 માસુમોનો “જીવ લેનારા” ઓરેવાના માલિક જયસુખ સામે ધરપકડ વોરંટ

મોરબી ઝુલતો બ્રીજ દુર્ઘટના કેસમાં ઓરેવાના માલિક જયસુખ પટેલ સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધરપકડથી બચવા જયસુખના હવાતીયા શરૂ થયા છે. તેમજ HCના કડક વલણ બાદ ધરપકડ માટે વોરંટ જાહેર કરાયું છે. તથા જયસુખ પટેલે આગોતરા જામીન મેળવવા અરજી કરી છે. તેમજ 1 ફેબ્રુઆરીએ અરજી પર સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચો: ગોઝારો રવિવાર, ટ્રેનિંગથી પરત ફરતા પોલીસ અધિકારીનું અકસ્માતમાં મોત

જયસુખ પટેલને આજ સુધી પોલીસે પકડેલ નથી

મોરબીનો ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. મોરબી પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપના એમ.ડી. જયસુખ પટેલની ધરપકડ કરવા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે.  મોરબીનો ઝૂલતો પૂલ યોગ્ય રીતે મરમ્મત કર્યા વગર કે સેફ્ટી તપાસ્યા વગર અને સલામતિના નિયમોનું ઉલ્લંઘન કરવાથી તા.30-10-2022ના તૂટી પડતા 135 માસુમોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ઘટનામાં પહેલેથી જ પ્રથમ નજરે જ જવાબદાર જણાતા જયસુખ પટેલને આજ સુધી પોલીસે પકડેલ નથી ત્યારે હવે તેની ધરપકડ કરવા અદાલત દ્વારા વોરંટ ઈશ્યુ કરાયું છે.

હવે આગામી 1 ફેબ્રુઆરીએ કરવાનો હુકમ કર્યો

મોરબીમાં ગતવર્ષે બનેલી ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પૂલનું સંચાલન કરતી ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે મોરબી સેશન્સ કોર્ટ ખાતે આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી છે. જે અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી પરંતુ પોલીસ દ્વારા કોર્ટ પાસે તપાસમાં વધુ સમયની માંગ કરતા આ તારીખ લંબાવવામાં આવી છે અને વધુ સુનાવણી હવે આગામી 1 ફેબ્રુઆરીએ કરવાનો હુકમ કર્યો છે.

આ પણ વાંચો: ગુજરાત: પોલીસ કર્મચારીઓએ બૂટલેગરોની ગુલામી કરી પોલીસ વિભાગ સાથે ગદ્દારી કરી

ઘટનામાં મોડીરાત્રિના ફરિયાદ નોંધી

પોલીસે સાંજે બનેલી ઘટનામાં મોડીરાત્રિના ફરિયાદ નોંધી અને ત્યારબાદ બે માસ અને 22 દિવસનો સમય પસાર થઈ જવા છતાં જયસુખ પટેલને પકડવા, અટકાયત કરીને પુછપરછ કરવાની કાર્યવાહી નહીં કરાતા લોકોમાં અનેક સવાલો જાગ્યા છે. દરમિયાન ઓરેવા ગ્રુપના એમ.ડી.એ ધરપકડની ભીતિ જણાતા આગોતરા જામીન અરજી કરી હતી જેની સુનાવણી અદાલતે 1 ફેબ્રુઆરી ઉપર મોકુફ રખાઈ છે. આ અરજીની સુનાવણીમાં મૃતકોના પરિવારવતી પોતાને સાંભળવા એડવોકેટ દિલિપ અગેચણીયાએ પણ પક્ષકાર તરીકે જોડવા અરજી કરી છે. બીજી તરફ આ કેસમાં તા.28 સુધીમાં પોલીસે ચાર્જશીટ કરવાનું છે તેમાં આરોપી તરીકે જયસુખ પટેલનું નામ ઉમેરાયું કે બાકી છે તે પોલીસ દ્વારા જાહેર કરાયું નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષથી વૈદિક ગણિત મામલે લેવાયો મોટો નિર્ણય

મોરબી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી

આ મામલે મળતી માહિતી મુજબ, મોરબીમાં બનેલી પૂલ દુર્ઘટનાને લાંબો સમય વીતી ગયો છે. જો કે હાલ આ પ્રકરણ ફરી ચર્ચાએ ચડ્યું છે. આ પુલનું સંચાલન કરતા ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ હવે પ્રકાશમાં આવ્યાં છે. ત્યારે જયસુખ પટેલે મોરબી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. આ મામલે સુનાવણી થવાની હતી પણ પોલીસે કોર્ટમાં તપાસ માટે વધુ સમયની માંગ કરી હતી. જેના પગલે કોર્ટે મુદત લંબાવી હતી. જો કે આ કેસની એફઆઇઆરમાં જયસુખ પટેલનું નામ નથી. પરંતુ તેણે ધરપકડથી બચવા માટે આ અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button