ગુજરાતટોપ ન્યૂઝ

ગોઝારો રવિવાર, ટ્રેનિંગથી પરત ફરતા પોલીસ અધિકારીનું અકસ્માતમાં મોત

Text To Speech

ગુજરાતમાં માર્ગ અકસ્માત વધી રહ્યાં છે. જેમાં રવિવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. તેમાં જુનાગઢમાં અકસ્માત દરમિયાન પોલીસ અધિકારીએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. માર્ગ અકસ્માત દરમિયાન તેમની ગાડીનો ભુક્કો થઇ ગયો છે. તેઓ ખાસ ટ્રેનિંગ લઈને પરત ફરી રહ્યા હતા. ત્યારે માર્ગ અકસ્માત થતા તેમણે જીવ ગુમાવ્યો હતો. અત્યારે પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઇ છે.

આ પણ વાંચો: ગુજરાત: પોલીસ કર્મચારીઓએ બૂટલેગરોની ગુલામી કરી પોલીસ વિભાગ સાથે ગદ્દારી કરી

સાયલા નજીક તેમની ગાડીનું પડીકું વળી ગયુ

સુરેન્દ્રનગરના સાયલામાં બનેલી આ ઘટનામાં જુનાગઢ એ ડિવિઝનના પીએસઆઈની કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં એ. કે. પરમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે, અકસ્માત તેઓ એટલા ગંભીર રીતે ઘાયલ થયા હતા કે તેમનો જીવ બચાવી શકાયો નથી. આ મામલે વધારે તપાસ કરવામાં આવી રહી છે. માહિતી પ્રમાણે જુનાગઢ એ ડીવીઝનના પી.એસ.આઈની ગાડીનો અકસ્માત થયો હતો. સાયલા નજીક તેમની ગાડીનું પડીકું વળી ગયુ હતુ.

આ પણ વાંચો: ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષથી વૈદિક ગણિત મામલે લેવાયો મોટો નિર્ણય

અમદાવાદમાં સાઈબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશનની ટ્રેનિંગમાં આવ્યા હતા

પીએસઆઈ પરમાર પાછલા 3 દિવસથી અમદાવાદમાં હતા અને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને આ અકસ્માત નડ્યો છે. મૃતક પીએસઆઈ પરમાર અમદાવાદમાં સાઈબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશનની ટ્રેનિંગમાં આવ્યા હતા. તેઓ ટ્રેનિંગ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે સાયલા પાસે તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.

Back to top button