ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસાના આસેડા ગામે સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો

Text To Speech
  • તાલુકા પોલીસએ ગણત્રીના સમયમાં આરોપીને જેલ હવાલે કર્યો

પાલનપુર : ડીસાના આસેડા ગામે સગીરા ને ભગાડી દુષ્કર્મ આચરતા પોલીસ એ આરોપી ને ઝડપી જેલ હવાલે કર્યો હતો. ડિસા તાલુકાના આસેડા ગામે 10ડિસેમ્બર’22 ના રાત્રી ના સમયે 11 વર્ષીય સગીરા તેના પરિવાર સાથે ઊંઘી હતી. અને પેશાબ કરવા રાત્રે ઉભી થઈ હતી. ત્યારે આસેડા ગામનો વિક્રમ રેવાભાઈ વાઘેલા તેને બળજબરી થી ઉઠાવી જઈ ગામના જ એક ખેતરમાં લઈ ગયો હતો. અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું જે બાબત ની ફરિયાદ 17 જાન્યુ.’23 ના રોજ ડીસા તાલુકા પોલીસ મથકે દાખલ કરવામાં આવી હતી.

જે ફરિયાદ બાદ તાલુકા પીઆઈ એસ. એમ.પટણી ની ટીમ એ આરોપી વિક્રમ ને ઝડપવા તજવીજ હાથ ધરતા 20જાન્યુ.’23 ના રોજ આરોપી વિક્રમ રેવાભાઈ વાઘેલા ને ઝડપી પાડેલ અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.આમ ડીસા તાલુકા પોલીસ એ ગણત્રીના દિવસોમાં આરોપી ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : પાલનપુર : ડીસા તાલુકામાં ઝડપાયેલા દારૂના રૂ. 98 લાખના જથ્થા ઉપર ફેરવાયુ બુલડોઝર

Back to top button