ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસા તાલુકામાં ઝડપાયેલા દારૂના રૂ. 98 લાખના જથ્થા ઉપર ફેરવાયુ બુલડોઝર

Text To Speech

પાલનપુર : ડીસા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી છેલ્લા બે વર્ષ દરમિયાન અલગ અલગ જગ્યાથી ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ મોટાપાયે ચાલી રહી છે. જેમાં રાજસ્થાનની મંડાર ચેક પોસ્ટ પરથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની એક વિશેષ લાઈન ડીસા તાલુકામાં થઈને નીકળે છે.

જેથી ડીસા -મંડાર હાઈવે પરથી અવાર-નવાર વિદેશી દારૂ ઝડપવાના બનાવ બને છે. ત્યારે વર્ષ 2021 22 દરમિયાન ડીસા તાલુકા પોલીસ સ્ટેશનની હદ માંથી અલગ અલગ જગ્યાએથી ઝડપાયેલા વિદેશી દારૂના નોંધાયેલા ગુનાઓમાં મુદ્દામાલ તરીકે રહેલા દારૂના જથ્થાનો કોર્ટના આદેશથી નિકાલ કરવાનું આયોજન હાથ ધરાયું હતું. ડીસા તાલુકા પોલીસ દ્વારા ડીસા નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ડીસા ડીવાયએસપી, તેમજ નશાબંધી અધિકારીની ઉપસ્થિતિમાં ડીસાના એરપોર્ટ મેદાન ખાતે દારૂનો જથ્થો જમીન પર પાથરી બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

ડીસા તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વર્ષ 21- 22 દરમિયાન ડીસા રૂરલ પોલીસ તેમજ અન્ય પોલીસની ટીમો દ્વારા કુલ રૂપિયા 98 લાખનો દારૂ પકડવામાં આવ્યો હતો જે મુદ્દા માલ કોર્ટના આદેશથી નાશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : મોરબી દુર્ઘટના : ઓરેવા ગ્રુપના જયસુખ પટેલના આગોતરા જામીન અંગે 1 ફેબ્રુઆરીએ સુનાવણી

Back to top button