વર્લ્ડ

પાકિસ્તાન : પ્રતિબંધિત TTP ના બે સભ્યોને 30 વર્ષથી વધુ સખત કેદની સજા

Text To Speech

પાકિસ્તાનની એક અદાલતે પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન (TTP) જૂથના બે સભ્યોને 30 વર્ષથી વધુ સખત કેદની સજા ફટકારી છે. આ બંને પર દેશના પંજાબ પ્રાંતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાનો આરોપ છે. TTP (પાકિસ્તાન તાલિબાન) અલ-કાયદા આતંકવાદી જૂથ સાથે નજીકના સંબંધો હોવાનું માનવામાં આવે છે. તેની સ્થાપના 2007માં અનેક આતંકવાદી સંગઠનોના કોર ગ્રુપ તરીકે કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર પાકિસ્તાનમાં તેની કડક ઈસ્લામ બ્રાંડ લાદવાનો છે.

આંતકીઓને 34 વર્ષની સજા અપાઈ

સાહિવાલની એક આતંકવાદ વિરોધી અદાલત (ATC) એ શુક્રવારે પંજાબ પ્રાંતમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી બદલ TTPના બે આતંકવાદીઓ ઈમરાન રાજિક અને સદ્દામ હુસૈન મુસાને 34 વર્ષની સખત કેદની સજા સંભળાવી હોવાનું એક અદાલતના અધિકારીએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું.

આરોપીઓની હથિયારો, વિસ્ફોટકો સાથે ધરપકડ કરાઈ

તેમણે કહ્યું કે એટીસી જજ ઝાહિદ ગઝનવીએ કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (સીટીડી)ના પુરાવા કોર્ટમાં રજૂ કર્યા બાદ સજા સંભળાવી હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે સીટીડીએ મે 2022માં લાહોરથી લગભગ 200 કિમી દૂર પાકપટ્ટન શહેરમાંથી ગુનેગારોની ધરપકડ કરી હતી અને તેમના કબજામાંથી હથિયારો, વિસ્ફોટકો અને આત્મઘાતી જેકેટ્સ જપ્ત કર્યા હતા.

Back to top button