અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભુતાવડ ગામે થોડા દિવસ અગાઉ નાઈ સમાજના યુવકે પટેલ સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ મામલો ગરમ થયો હતો અને બંને સમાજ વચ્ચે રોષ ભભૂકી ઉઠ્યો હતો. સમગ્ર મામલો ગુજરતમાં ચર્ચાનો વિષે બન્યો હતો. ત્યારે પોલીસ અને મામલતદાર ની સમજાવટ બાદ મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : અરવલ્લીના ભુતાવડ ગામનો વિવાદ પોલીસે થાળે પાડ્યો
મળતી માહિતી મુજબ આજરોજ યુવક દ્વારા સરદાર નગર પોલીસ મથકમાં પોતાની પત્નીનું અપહરણ થવાની ફરિયાદ નોંધાવી છે. યુવકની ફરિયાદ મુજબ, તેઓ નોબલનગરમાં યુવકના સંબંધીના ઘરે મળવા ગયા હતા ટે દરમિયાન યુવતીના પિતા સહિત ચાર લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને યુવકને માર મારી બળજબરીપૂર્વક યુવતીને કર્મા સાથે લઈ ગયા હતા અને આ અપહરણની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
ઉલ્લેખનીય છે થોડા જ દિવસ અગાઉ આ મામલે સમગ્ર ભુતાવડ માં એક સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. નાઈ સમાજના આગેવાનોએ અરવલ્લી કલેકટરને રજૂઆત કરી બાદમાં ભિલોડા પોલીસ અને ભિલોડા મામલતદારે ભુતાવડ ગામમાં જઇ બંને સમાજના આગેવાનો અને ગામના આગેવાનોને ભેગા કરી સમગ્ર મામલે બંને પક્ષે સમજાવીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો ત્યારે આજરોજ અમદાવાદમાં યુવતીનું અપહરણ થતાં સમગ્ર મામલો ગુજરાતમાં ચર્ચાનો વિષે બન્યો છે.