WFIએ રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપનો જવાબ આપ્યો છે.
WFIએ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીને કહ્યું- WFIમાં પ્રેસિડેન્ટ બ્રિજભૂષણ શરણ સિંહ સહિત કોઈપણ વ્યક્તિ દ્વારા વ્યક્તિગત રીતે મનસ્વીતા કે ગેરવહીવટ કરવાની કોઈ અવકાશ નથી. કુસ્તીબાજો બદનામ કરવાના દબાણ હેઠળ વિરોધ કરી રહ્યા છે. આ પાછળ તેમનો કોઈ અંગત અને છુપાયેલ એજન્ડા છે.
ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગ પુનિયા અને સાક્ષી મલિક, વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગાટ સહિત ભારતીય કુસ્તીબાજો WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીનો આરોપ લગાવીને જંતર-મંતર પર ધરણા કરી રહ્યા હતા. હાલમાં, ખેલાડીઓને તેમની ફરિયાદોના નિરાકરણની ખાતરી મળ્યા બાદ ધરણાં પાછું ખેંચવામાં આવ્યું છે.
શું છે મામલો?
વિનેશ ફોગાટે આરોપ લગાવ્યો હતો કે WFI પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ ઘણા વર્ષોથી મહિલા રેસલર્સનું યૌન શોષણ કરી રહ્યા છે. બ્રિજ ભૂષણે આ આરોપોને ફગાવી દીધા હતા. વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા અને ઓલિમ્પિયન વિનેશે એવો પણ દાવો કર્યો હતો કે લખનૌના રાષ્ટ્રીય શિબિરમાં કેટલાક કોચે પણ મહિલા કુસ્તીબાજોનું શોષણ કર્યું છે.
તપાસ માટે કમિટીની રચના
WFIએ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોની તપાસ કરવા માટે સાત સભ્યોની સમિતિની રચના કરી, જેમાં MC મેરી કોમ અને યોગેશ્વર દત્ત જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
બોક્સર મેરી કોમ અને કુસ્તીબાજ યોગેશ્વર ઉપરાંત પેનલમાં તીરંદાજ ડોલા બેનર્જી અને ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે આ સમગ્ર મામલે ખેલાડીઓ સતત બ્રિજભૂષણ શરણ સિંહના રાજીનામાની માંગ કરી રહ્યા છે.