અમદાવાદગુજરાત

અમદાવાદની સ્કૂલમાંથી વિદ્યાર્થી ગુમ, 24 કલાક બાદ પણ ભાળ ન મળતા પરિવારમાં ચિંતાનો માહોલ

Text To Speech

અમદાવાદ શહેરમાં આવેલ ઠક્કરબાપા નગરની રઘુવીર સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક ગુમ થઈ ગયો છે. બાળક અચાનક ગુમ થતા પરિવારજનો સ્કૂલમાં પહોચીને હોબાળો મચાવ્યો હતો. બાળક ગુમ થયાને 24 કલાક વીતી ગયા છતા બાળકનો કોઈ ભાળ ન મળતા પરિવારજનોમાં ચિતાનો માહોલ વ્યાપી ગયો છે. આ મામલે પરિજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

રઘુવિર સ્કૂલમાંથી વિદ્યાર્થી ગુમ

મળતી માહીતી મુજબ અમદાવાદ ઠક્કરબાપા નગરની રઘુવીર સ્કૂલમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થયાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઠક્કરબાપા નગરની સ્કૂલમાંથી ધોરણ 9માં અભ્યાસ કરતો માનવ નામનો વિધાર્થી અચાનક ગુમ થઈ ગયો છે.  આ ઘટનાને એક દિવસ વીતી ગયો છતા આ વિદ્યાર્થીની કોઈ ભાળ મળી નથી.  શાળામાં ગયેલો વિદ્યાર્થી અચાનક ગુમ થતા પરિવાજનો ચિંતામાં મુકાયા છે.

અમદાવાદ બાળક ગુમ-humdekhengenews

હજુ સુધી બાળકની કોઈ ભાળ મળી નથી

આ બાળક શાળામાથી ગુમ થયાને 24 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતા હજુ સુધી આ બાળકની કોઈ ભાળ મળી નથી. પરિવારજોએ બાળક ગુમ થયાની સ્કૂલમાં પુછપરછ કરી હતી પરંતુ શાળામાંથી યોગ્ય જવાબ ન મળતા પરિવારજનોએ શાળામાં હોબાળો મચાવ્યો હતો.

સીસીટીવી ફૂટેજ મળી આવ્યા

બાળક ગુમ થયાનું સામે આવતા આ અંગે તપાસ કરતા સ્કુલના સીસીટાવી ફૂટેજ મળી આવ્યા છે. જેમાં આ બાળક પહેલા શાળાના બાકડા પર બેસી રહ્યું છે અને પછી અચાનક  શાળામાંથી બહાર જતુ દેખાઈ રહ્યું છે.

પોલીસે શરુ કરી તપાસ

પરિવારજનો દ્વારા આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામા આવી છે. પોલીસે બાળક ગુમ થવાને લઈને હાલ તપાસ હાથ દીધી છે. અને પોલીસે આસપાસના વિસ્તારમાં આવેલ સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : બ્રિટનના પ્રધાનમંત્રીને ચાલતી કારમાં વીડિયો બનાવવો પડ્યો ભારે, પોલીસે કરી કાર્યવાહી

Back to top button