ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : કેન્દ્ર સરકારનો પાઇલોટ પ્રોજેક્ટ, આધુનિક રિચાર્જ બોરવેલ જુની ભીલડી ભીમ તળાવ પાસે બનશે

Text To Speech
  • વધારાનું પાણી વહી ના જાય અને ભૂગર્ભ ઉંચા જળ ઉંચા લાવવાનો હેતુ
  • અટલ ભુજલ યોજના ના રીચાર્જ બોરનું કરાયું ખાતમુહુર્ત

પાલનપુર : ડીસા તાલુકાના જુની ભીલડી ગામે ભીમ તળાવમાં અટલ ભુજલ યોજના હેઠળ આધુનિક રિચાર્જ બોર દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ વરદ હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. જેમા ભીલડી મંડળના ભાજપ મહામંત્રી સુરેશ સિલ્વા, તાલુકા સદસ્ય રાજુભાઇ રાજગોર, જુની ભીલડી સરપંચ મનુભાઇ જોષી, રમેશભાઇ ધનાસરા, કાંતિભાઇ ડેપ્યુટી સરપંચ સુખદેવભાઇ તેરવાડીયા તેમજ તલાટી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્ર સરકાર-humdekhengenews

કેન્દ્ર સરકારની અટલ ભુજલ યોજના અંતર્ગત તળાવના વધારાનું પાણી વહી ના જાય અને ભૂગર્ભ ઉંચા જળ ઉંચા હેતુથી કેન્દ્ર સરકારનો પાઇલોટ પ્રોજેક્ટ આધુનિક રિચાર્જ બોરવેલ જુની ભીલડી ભીમ તળાવ ખાતે બનવા જઈ રહ્યો છે. દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના વિધાન સભા મત વિસ્તારમાં પાણીના તળ ઊંડા જઇ રહ્યા છે, ત્યારે ધારાસભ્ય દ્વારા પાણી બચાવો અને રીચાર્જ બોરો, ખેત તલાવડી અને ગામડાઓમાં તળાવ કઇ રીતે ભરી શકાય તે અંગેની એક ઝુંબેશ ચલાવી રહ્યા છે.

કેન્દ્ર સરકાર-humdekhengenews

 

આ સમારંભમાં દરેક રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો પર્યાવરણ પ્રેમીઓ અને ગામ્રજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : અરવલ્લીમાં દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય હરિદ્વારના વિદ્યાર્થીઓ દ્વારા સંગીત અને યોગનું પ્રેઝન્ટેશન

Back to top button