સ્પોર્ટસ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક, જાણો હેકર્સે તેનું નામ શું રાખ્યું ?

Text To Speech

IPL ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ શનિવારે હેક કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હેકર્સે RCBના સત્તાવાર ટ્વિટર હેન્ડલનું નામ બદલીને ‘બોર્ડ એપ યાટ ક્લબ’ કરી દીધું. હેકર્સે RCBનું બાયો બદલીને નવી લિંક સામેલ કરી અને તેનું ડિસ્પ્લે પિક્ચર પણ બદલી નાખ્યું. હેકર્સે બાયોમાં લખ્યું છે કે, મેમ્બર બનવા માટે ઓપનસી પર બોર એપ અથવા મ્યુટન્ટ એપ ખરીદો. પરંતુ જ્યારે હેકર્સે NFTs વિશે ટ્વિટ કર્યું ત્યારે વપરાશકર્તાઓએ તેને ટૂંક સમયમાં ઓળખી લીધું. રસપ્રદ વાત એ છે કે, RCBએ હજુ સુધી હેકર્સ દ્વારા ટ્વીટ કરવામાં આવેલી સામગ્રીને દૂર કરવાની નથી અને ન તો ફ્રેન્ચાઇઝીએ ટ્વિટર એકાઉન્ટ હેક થયાની પુષ્ટિ કરી છે.

વીડિયો પોસ્ટ દરમિયાન છેડછાડ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક પ્રમોશનલ વીડિયો પોસ્ટ કર્યો છે. આ દરમિયાન તેના ટ્વિટર એકાઉન્ટ સાથે છેડછાડ કરવામાં આવી હતી. તે જ સમયે, ચાહકોને ફ્રેન્ચાઇઝીનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું અને હેકર્સ દ્વારા NFT પોસ્ટ્સ શેર કરવામાં આવી તે જોઈને આશ્ચર્ય થયું. આરસીબીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયા પછીની કેટલીક ટ્વિટ્સ પર એક નજર.

અગાઉ પણ RCB ટ્વિટર હેક કરવામાં આવ્યું છે

આ પહેલીવાર નથી કે જ્યારે RCBનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હોય. સપ્ટેમ્બર 2021માં પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ ફ્રેન્ચાઈઝીએ તેને જલ્દી જ પુનઃસ્થાપિત કરી. પરંતુ 21 જાન્યુઆરીએ જે ટ્વિટર એકાઉન્ટ હેક થયું હતું તે હજુ સુધી RCB દ્વારા રિસ્ટોર કરવામાં આવ્યું નથી. જણાવી દઈએ કે RCBના ટ્વિટર પર 6.4 મિલિયન ફોલોઅર્સ છે. તે સપ્ટેમ્બર 2009 માં બનાવવામાં આવ્યું હતું. આરસીબી પણ 585 લોકોને ફોલો કરે છે.

આ પણ વાંચો : IND vs NZ 2nd ODI : રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી

Back to top button