ટ્રેન્ડિંગફૂડયુટિલીટી

દુનિયાની સૌથી મોંઘી સેન્ડવીચઃ ભાવ જાણશો તો ભુખ મરી જશે

Text To Speech

એક સેન્ડવીચની કિંમત કેટલી હોઇ શકે? આપણે 15 રુપિયાથી લઇને 500 રૂપિયા સુધીની સેન્ડવીચ કદાચ ખાધી હશે, પરંતુ આજે વાત કરવાની છે એક એવી સેન્ડવીચની જે ખરીદવા માટે કેટલાક લોકોનો આખા મહિનાનો પગાર ચાલ્યો જાય છે. એક એવી જગ્યા છે જયાં એટલી મોંઘી સેન્ડવીચ મળે છે કે તમે તેને ખરીદવા અંગે વિચારી પણ નથી શકતા.

દુનિયાની સૌથી મોંઘી સેન્ડવીચઃ ભાવ જાણશો તો ભુખ મરી જશે hum dekhenge news

ગિનીસ બુકમાં નોંધાઇ છે સેન્ડવીચ

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દુનિયાની સૌથી મોંઘી સેન્ડવીચ નોંધાયેલી છે. તમે તેની કિંમત શું ધારો છો. તે 2-5 હજારની નહીં, પરંતુ પુરા 17,000 રૂપિયાની છે. જોકે આ 17,000ની સેન્ડવીચ તમને તરત ખાવા નહીં મળે. તેને ઓર્ડર કર્યા પછી તમારે બે દિવસ વેઇટિંગમાં રહેવુ પડશે. ઓર્ડર કર્યાના બે દિવસ પછી તમે આ સેન્ડવીચ ખાઇ શકશો.

દુનિયાની સૌથી મોંઘી સેન્ડવીચઃ ભાવ જાણશો તો ભુખ મરી જશે hum dekhenge news

ક્યાં મળે છે આ સેન્ડવીચ

દુનિયાની સૌથી મોંઘી સેન્ડવીચ ન્યુયોર્કની સેરેનડિપિટી 3 રેસ્ટોરન્ટમાં મળે છે. અહીં મળતી સેન્ડવીચ દુનિયાની સૌથી મોંઘી સેન્ડવીચ છે. તે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાઇ છે.

દુનિયાની સૌથી મોંઘી સેન્ડવીચઃ ભાવ જાણશો તો ભુખ મરી જશે hum dekhenge news

સેન્ડવીચમાં એવુ ખાસ શું છે?

આ ક્વિંટએસેંશિયલ ગ્રિલ્ડ સેન્ડવીચને બનાવવામાં જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તે ખુબ જ મોંધી છે. આ કારણે આ સેન્ડવીચની કિંમત 17,000 રૂપિયા છે. તેમાં બે પીસ ફ્રેંચ પુલમેન શેમપેન બ્રેડનો ઉપયોગ થાય છે જેને ડોમ પેરિગનન શેમપેન અને ખાઇ શકાય તેવા ગોલ્ડ ફ્લેકમાંથી બનાવવામાં આવે છે. તેમાં સફેદ ટ્રુફળ બટરનો ઉપયોગ થાય છે અને તેમાં કેસિઓકાવાલો પોડોલિકો ચીઝ બ્રેડની સ્લાઇસની વચ્ચે નાંખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકન લોબ્સ્ટર ટોમેટો બિસ્ક ડિપિંગ સોસ સાથે એક બેકરેટ ક્રિસ્ટલ પ્લેટ પર તેને સર્વ કરવામાં આવે છે. આ રીતે તેમાં ઉપયોગમાં લેવાતી બધી વસ્તુઓ અત્યંત મોંઘી હોવાથી આ દુનિયાની સૌથી મોંઘી સેન્ડવીચ છે.

આ પણ વાંચોઃ ₹ 1200 કરોડ રૂપિયા ખર્ચીને તૈયાર કરવામાં આવ્યું છે નવું સંસદ ભવન,જુઓ તસ્વીરો

Back to top button