ટોપ ન્યૂઝનેશનલ

વધુ એક વખત ફ્લાઈટમાં બોમ્બ હોવાની આશંકા, રશિયાથી ગોવા જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

Text To Speech

રશિયાથી ગોવા જઈ રહેલી અઝુર એરની ચાર્ટર્ડ ફ્લાઈટમાં બોમ્બ હોવાની આશંકાએ ફ્લાઈટને ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરવામાં આવી છે. આ ફ્લાઈટમાં 238 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર સવાર હતા. ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળ તા ભારે હડકંપ મચી જવા પામ્યો છે.

રુસથી ગોવા જઈ રહેલ ફ્લાઈટમાં બોમ્બ હોવાની આશંકા

પ્રાપ્ત વિગતો અનુસાર રશિયાથી ગોવા જઈ રહેલી અઝુર એરની ચાર્ટર્ડ ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહીતી સામે આવી છે. આ માહિતી મળ્યા બાદ આ ફ્લાઈટને હાલ ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરવામાં આવી છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે ડાબોલિમ એરપોર્ટના ડાયરેક્ટરને 12.30 વાગ્યે ઈમેલ આવ્યો હતો. જેમા જણાવ્યુ હતુ કે આ ફ્લાઈટમાં શંકાસ્પદ બોમ્બ છે. જે બાદ ફ્લાઈટને તરત જ ડાયવર્ટ કરવામાં આવી હતી.

ફ્લાઈટમાં બોમ્બ-humdekhengenews

 

ફ્લાઈટને ઉઝબેકિસ્તાન તરફ વાળવામાં આવી

અધિકારીના જણાવ્યા અનુસાર આ ફ્લાઇટ સવારે 4.15 વાગ્યે દક્ષિણ ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર લેન્ડ થવાની હતી. અઝુર એર (AZV 2463)ની ફ્લાઈટ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા જ ઉઝબેકિસ્તાન તરફ વાળવામાં આવી હતી.

અગાઉ જામનગરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યુ હતું

ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 દિવસમાં આ બીજી વખત એવુ બન્યું છે કે રશિયાથી ભારત આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હોય. આ અગાઉ 10 જાન્યુઆરીએ એક ફ્લાઈટ રશિયાની રાજધાની મોસ્કોથી ગોવા જઈ રહી હતી. ત્યારે પણ આવી જ વિગતો સામે આવી હતી જેના કારણે તાત્કાલિક પગલાં લેતા ATCએ આ ફ્લાઈટનું ગુજરાતના જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. જો કે સંપૂર્ણ શોધખોળ બાદ પણ ફ્લાઈટમાંથી કોઈ બોમ્બ મળ્યો ન હતો.

Back to top button