ભારતીય આર્મીના જવાનોએ આજે એક મોટી કાર્યવાહી કરી છે. સુરક્ષાદળોએ પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના ત્રણ ભત્રીજાઓને ઠાર કરી દીધા છે. કાશ્મીરમા સુરક્ષાદળો દ્વારા પાકિસ્તાનના ત્રણ આતંકવાદીઓને ઠાર કરી દેવામા આવ્યા છે. આ આતંકવાદીઓ પાકિસ્તાનથી ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા.
સુરક્ષા દળોની મોટી કાર્યવાહી
મળતી માહીત મુજબ આજે ઈન્ડિયન આર્મીએ પાકિસ્તાનના ત્રણ આતંકવાદીઓના ભારતમા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો છે. ભારતીય જવાનોએ આ આતંકવાદીઓ ભારતમાં પ્રવેશે તે પહેલા જ તેમને ઠાર કરી દીધા છે. આ ત્રણ આતંકવાદીઓ મસૂદ અઝહરના ભત્રીજા હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય આતંકવાદીઓ આ પહેલા પણ ભારતમાં ઘૂસણખોરી કરી ચૂક્યા છે. ત્યારે ફરી એક વાર ભારતમાં ધૂસણખોરી કરવા જતા ભારતીય જવાનોએ ત્રણેય આતંકવાદીઓને ઠાર કરી દીધા હતા.
હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર નવ મહિનાથી વધુ જીવીત રહી શકતા નથી
પૂર્વ ચિનાર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અનિલ ભટ્ટ (નિવૃત્ત) દ્વારા આ અંગે જણાવ્યું હતુ કે આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર નવ મહિનાથી વધુ જીવીત નથી રહી શકતા. ભારતીય સૈનિકો દ્વારા તેઓ પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે તેના થોડા સમયની અંદર જ તેમને ઠાર કરી દેવામાં આવે છે. સ્થાનિક લોકો હવે આતંકવાદથી દુર રહેવા ઇચ્છે છે. જૈશના વડા મૌલાના મસૂદ અઝહરે તેના ભત્રીજાઓને ત્રાલ ક્ષેત્રમાં આતંકવાદી ગતિવિધીઓ કરવા માટે મોકલ્યા હતા. પરંતુ ભારતીય સુરક્ષા દળોએ તેમના આ કારસાને નિષ્ફળ બનાવી દીધો છે. મૌલાના મસૂદ અઝહરના એક ભત્રીજાને 15 દિવસની અંદર ઠાર કર્યો હતો. ત્યાર બાદ તેને તેના બીજા ભત્રીજાને આ પ્રવૃતિ માટે મોકલ્યો હતો. તેને 10 દિવસમાં ઠાર કરી દીધો હતો. જ્યારે તેના ત્રીજા ભત્રીજાને ત્રણ દિવસની અંદરજ ઠાર કરી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : આર્જેન્ટિનામાં અનુભવાયા ભૂકંપના જોરદાર આંચકા, રિક્ટર સ્કેલ પર 6.5ની તીવ્રતા