હવે ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનામાં આવ્યા ભાજપના મોટા નેતાએ કહ્યું, દરગાહ પર સવાલ નહીં તો હિંદુ મહાત્મા પર કેમ ?
છેલ્લા થોડા દિવસથી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સોશ્યલ મીડિયામાં બાબા સતત ટ્રેન્ડમાં છે અને લોકો તેમના સમર્થનમાં અનેક પોસ્ટ પણ કરી રહ્યા છે. ત્યારે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રી પર લગાવેલા તમામ આરોપોને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય ખોટા ગણાવ્યા છે. અને પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સમર્થનમાં નિવેદન પણ આપ્યું છે.
ભાજપ નેતાએ કહ્યું કે મેં તેમના ઈન્ટરવ્યુ જોયા છે. તેણે કહ્યું છે, કે આ મારો ચમત્કાર નથી, મારા ભગવાનનો ચમત્કાર છે, મને હનુમાનજી અને સન્યાસી બાબામાં શ્રદ્ધા છે. તેમની કૃપાથી જ બધું થાય છે. હું કંઈ નથી, હું તેનો નાનો સાધક છું. એટલા માટે તેમના પર આવા આરોપ લગાવવા ખોટા છે. સનાતન ધર્મમાં તેમના જેવા ઘણા લોકો છે. તેમણે શાસ્ત્રીજીના સમર્થનમાં એ પણ કહ્યું છે કે, જાવરા દરગાહમાં લોકો જમીન પર માથું ટેકવે છે પોતાને માર મારે છે, પરંતુ તેના વિશે કોઈ કશું જ નથી બોલતું અને કોઈએ જાવરા પર ક્યારેય પ્રશ્ન પણ નથી કર્યો, તો શા માટે કોઈ હિંદુ મહાત્માની આવી ઘટના પર પ્રશ્ન ઊભો થાય છે.
આ પણ વાંચો : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને છત્તીસગઢના મંત્રીનો પડકાર, “…તો હું રાજકારણ છોડી દઈશ”
અમે અંધશ્રદ્ધા ફેલાવા નથી માંગતા : શાસ્ત્રી
આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક દિવસ પહેલા તેના પર લાગેલા તમામ આરોપો પર સ્પષ્ટતા કરી હતી કે, અમે અંધશ્રદ્ધા ફેલાવતા નથી.કે અમે એવો દાવો પણ નથી કરતા કે અમે કોઈ સમસ્યા હલ કરી રહ્યા છીએ અને મેં ક્યારેય કહ્યું નથી કે હું ભગવાન છું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે આ આરોપ લગાવનાર નીચી માનસિકતાના લોકો છે અને હિંદુ સનાતનની વિરુદ્ધ છે.કારણ કે કલમ-25 હેઠળ ધાર્મિક સ્વતંત્રતાનો દેશના તમામ નાગરિકને અધિકાર છે અને તે અંતર્ગત હું ધર્મનો પ્રચાર કરું છે. અને મારી પાસે ડિસ્ક્લેમર છે કે અમે સંત નથી. તેઓ એવું કહે છે- હું નાગપુરથી ભાગ્યો નથી. આ બિલકુલ ખોટું છે. અમે પહેલાથી જ કહ્યું હતું કે માત્ર 7 દિવસનો કાર્યક્રમ હશે. આ પછી જ્યારે મેં દિવ્યાંગ કોર્ટનું આયોજન કર્યું હતું તો તેઓ ફરિયાદ લઈને કેમ ન આવ્યા?
અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ લગાવ્યા આક્ષેપ
મહારાષ્ટ્રના નાગપુરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની ‘શ્રી રામ ચરિત્ર ચર્ચા’ના આયોજન દરમિયાન અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર મેલીવિદ્યા અને અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ મૂક્યો હતો.સમિતિના અધ્યક્ષ શ્યામ માનવે કહ્યું હતું કે ‘દિવ્ય દરબાર’ અને ‘પ્રેત દરબાર’ની આડમાં મેલીવિદ્યાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભગવાન અને ધર્મના નામે સામાન્ય લોકોને લૂંટી રહ્યા છે, અને લોકોનું તેમનું શોષણ થઈ રહ્યું છે.
આ પછી એવો દાવો કરવામાં આવ્યો છે કે અંધશ્રદ્ધા નિવારણ સમિતિના કારણે ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા બે દિવસ પહેલા એટલે કે 11 જાન્યુઆરીએ જ પૂર્ણ થઈ હતી. કારણ કે એવું કહેવાય છે કે જ્યારે સમિતિએ પોલીસને ફરિયાદ કરી ત્યારે શાસ્ત્રી ભાગી ગયા સમિતિએ કહ્યું કે બાબાના સમર્થકોને ખબર પડી કે મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવશે તો જામીન નહીં મળે, તેથી બાબાએ અગાઉથી જ સભા સમાપ્ત કરી હતી.
આ પણ વાંચો : ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમને મળ્યા ફરી પેરોલ જામીન, 40 દિવસ માટે આવશે જેલમાંથી બહાર