પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સામે સગીરાની ફરિયાદ
એક મોટી ઘટના રાજસ્થાનથી સામે આવી છે. જેમાં ભાજપ સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાનમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ફરી એક વખત વિવાદમાં સપડાયા છે. ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પર સગીરાની છેડતીની ફરિયાદ નોંધાતા ખળભળાટ થઈ રહી છે. સમગ્ર ઘટના એક વર્ષ જૂની છે જેમાં પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી ન કરતાં આખરે સિરોહી કોર્ટમાં દાદ માગી હતી. કોર્ટના આદેશ બાદ હવે પોક્સો એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે.
આ પણ વાંચો : રાજ્યમાં આગામી 24 કલાકમાં ઠંડી વધશે તો સાથે જ માવઠાની પણ આશંકા
માહિતી અનુસાર સમગ્ર ઘટના નવેમ્બર 2020માં અમદાવાદની મહિલાનો પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશ અમીચંદભાઇ પટેલ સાથે થયો હતો. બાદમાં તેમના પરિવાર અને સગીરવયની દીકરી તથા અન્ય વ્યક્તિએ જેસલમેર ફરવા ગયા હતા. રસ્તામાં આબુ પહોંચતા મહિલા ઉલ્ટી આવતા કારમાંથી નીચે ઉતરીને થોડા સમય ત્યાં જ રહી હતી. આ દરમિયાન તેની સગીર પુત્રી કારમાં એકલી હતી.
આ ઉપરાંત આક્ષેપ છે કે ધારાસભ્ય અને તેમના સાથીઓએ કારમાં સગીરા સાથે બળજબરી છેડતી કરી, જેથી છોકરી દોડીને કારની બહાર આવી ગઈ અને રડવા લાગી અને કારમાં જેસલમેર ન જવાનું કહેવા લાગી, જે બાદ બધા અમદાવાદ પરત આવી ગયા હતા.મહિલાએ ભાજપના ધારાસભ્ય સામે પણ શારીરિક શોષણનો આક્ષેપ કર્યો છે, જેને લઈને કેસ ચાલતો હતો.
આ દરમિયાન 5 માર્ચ 2022ના રોજ મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં દીકરીએ પણ પોતાની સાથે કારમાં બળજબરી છેડતી થઈ હોવાનું જણાવ્યું હતું. જે બાદ મહિલાએ આબુ રોડ તળેટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જોકે કોઈ કાર્યવાહી ન થતા તેણે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને કોર્ટના આદેશ બાદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા તેમના ત્રણ મિત્રો વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.