કેન્દ્ર સરકારની નવા સંસદ ભવનને લઈને ઘણી ટીકા થઈ રહી હતે તે નવા સંસદ ભવનની અંદરની તસ્વીરો સામે આવી છે. જે આગામી બે મહિનામાં બનીને સંપૂર્ણ રીતે તૈયાર થઈ શકે છે અને માર્ચ મહિનામાં ત્યાંથી કામગીરી શરૂ થઈ શકે છે, તેમજ બજેટ સત્રનું બીજુ સત્ર નવા બિલ્ડીંગમાં યોજાઇ તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે.
નવું સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભાગ છે. તેને ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા બનાવામાં આવી રહ્યો છે. નવા ભવનમાં મોટો હોલ, એક લાઈબ્રેરી, પાર્કિંગની વ્યવસ્થા અને અન્ય કક્ષ બનાવ્યા છે. હોલ અને બનાવામાં આવેલી ઓફિસ અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જિત છે.
લોટસ થીમ- દન નેશનલ ફ્લાવર ડિઝાઈન કરવામાં આવેલા આ સંસદ જૂની સંસદ કરતાં ઘણી મોટી છે. કહેવામાં આવી રહ્યું છે કે નવા સંસદ ભવનમાં 800 સાંસદોની બેઠક ક્ષમતા છે.
નવું સંસદ ભવન હાલના સંસદ ભવનની બાજુમાં જ બનાવ્યું છે. જેમાં અત્યાધુનિક સંવૈધાનિક હોલથી સુસજ્જિત રહેશે. નવા ભવનમાં કાર્યાલય નવીનતમ સંચાર ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યા હશે. સરકારે કહ્યું કે, નવા ભવનમાં નવીનતમ ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમની સાથે મોટા કમિટિ રુમ પણ હશે.
નવા સંસદ ભવનની બહારથી કંઈક આવું દેખાશે. ઉપર કાંસાનો અશોક સ્તંભ લગાવ્યો છે.નવા સંસદ ભવનની લાઈબ્રેરી કંઈક આવી રીતે દેખાશે
આ નવું સંસદ ભવન ચાર માળનું છે જ્યાં લાઉન્જ, લાઈબ્રેરી, કમિટી હોલ, કેન્ટીન બધું જ છે. આ બિલ્ડિંગ પણ સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી છે. તેને બનાવવાનું સૌથી મોટું કારણ એ હતું કે આ જૂની સંસદ 95 વર્ષ જૂની છે, આવી સ્થિતિમાં સુરક્ષા અને સારી સુવિધાઓના દૃષ્ટિકોણથી નવું નિર્માણ જરૂરી હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. અગાઉ વિપક્ષ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે સરકાર ખોટો ખર્ચો કરી રહી છે. પરંતુ હવે આ ઈમારત તૈયાર થવા જઈ રહી છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ નવા વર્ષમાં 71 હજાર યુવાનોને આપી ભેટ, રોજગાર મેળા હેઠળ આપ્યા નિમણુક પત્ર