રાજ્યમાં ઠંડીમાં આગામી દિવસમાં વધારો જોવા મળી શકે છે. ગુજરાતમાં બે દિવસ ઠંડીથી રાહત વચ્ચે ફરી એક વખત કડકડતી ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાક બાદ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં પવનની દિશા બદલાઈ જતા ઠંડીમાં વધારો જોવા મળી શકે છે. રાજ્યમાં અનેક જગ્યાએ તાપમાન ફરી નીચું જશે અને કડકડતી ઠંડી પડશે. તેની સાથે જ જાન્યુઆરીના અંતમાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ઠંડી અંગે આગાહી કરી છે કે, આગામી 24 કલાક બાદ ઠંડી વધવાની શક્યતા છે. જેમાં હવામાન વિભાગ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 24 કલાક બાદ ઠંડા પવન ફૂંકાઈ શકે છે અને તેનાથી ઠંડી પડવાની શક્યતા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં અનેક જગ્યાએ આગામી 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડે જોવા મળી શકે છે.
આ પણ વાંચો : અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ જાન્યુઆરી 2024 સુધીમાં પૂર્ણ થશે
રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન 2થી 4 ડિગ્રી સુધી ઘટી શકે છે. રાજ્યમા આગામી 24 કલાક બાદ પવનની દિશામાં ફેરફાર જોવા મળશે. આ પવનની દિશા બદલાવવાના કારણે રાજ્યમાં ઠંડીમાં વધારો થઈ શકે છે. અત્યારે રાજ્યમાં 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂકાંઇ રહ્યો છે.
ઠંડી વચ્ચે માવઠાની આશંકા
આ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઠંડી અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં 25 જાન્યુઆરીથી ફરી ઠંડી વધશે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડી ઘટશે. 21 તારીખ સુધી ઠંડી ઘટશે અને ઠંડીથી આંશિક રાહત મળશે. જ્યારે 25થી 27 જાન્યુઆરીથી ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. અંબાલાલ પટેલ અનુસાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન 10થી ઓછું રહી શકે છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 23થી 29 જાન્યુઆરી સુધી માવઠાની આશંકા વ્યક્ત કરી છે. જાન્યુઆરીમાં કેટલાક સ્થળે કમોસમી વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો : મોરબી દુર્ઘટના : ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી, આજે સુનાવણી