અરવલ્લીના ભુતાવડ ગામનો વિવાદ પોલીસે થાળે પાડ્યો
અરવલ્લી જિલ્લાના ભીલોડાના ભુતાવડ ગામમાં ગયા અઠવાડિયે એક બનાવ બન્યો હતો જેમાં નાઈ સમાજનો છોકરો પટેલ સમાજની પુખ્તવયની છોકરી સાથે પ્રેમ સંબંધમાં હતો. બાદમાં બંને જણાએ ભાગી જઈને પ્રેમ લગ્ન કરી લીધા હતા. બંને ના પરિવારમાં જાણ થતાં સમાજના આગેવાનોએ શોધખોળ શરૂ કરી હતી.
આ પણ વાંચો : અમદાવાદ : આવતીકાલે રિવરફ્રન્ટ સહિતના રૂટ પર જતાં પહેલાં જાણો ક્યાં આપવામાં આવ્યું ડાયવર્ઝન
ગાંધીનગર સેક્ટર-7 પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં છોકરા અને છોકરીને હાજર કરવામાં આવ્યા હતા અને બંનેની પૂછપરછ કરતાં છોકરીએ છોકરા સાથે રહેવાનું કીધું હતુ. બાદમાં પોલીસ ધ્વારા છોકરીને છોકરા સાથે મોકલી આપ્યા હતા. ભુતાવડ ગામમાં બંને સમાજ વચ્ચે થોડું વૈમનસ્ય ઉભુ થયું હતું. નાઈ પરિવાર પોતાની સાથે પટેલ સમાજ કોઈ બોલાચાલી કે તકરાર કરશે તેમ સમજીને કલેકટર અરવલ્લી તથા ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે જાણ કરી કરી હતી.
ત્યારબાદ ભિલોડા પોલીસ અને મામલતદાર ભુતાવડ ગામમાં જઈને ગામના આગેવાનો તથા બંને સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી અને ગામમાં શાંતિભંગ ન થાય તે માટે બંને પક્ષે જરૂરી સૂચનો કર્યા હતા ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ઉભુ થયેલ વૈમનસ્ય અંગે સુખદ સમાધાન થયું હતું. છતાં પણ કોઈ ઘટના ન ઘટે તે માટે ભિલોડા પોલીસ દ્વારા પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.