Small Budget Carના ઉત્પાદન અને વેચાણ પર અચાનક કેમ થવા લાગી અસર?
સ્મોલ બજેટ કાર કરો અથવા તો મિડલ ક્લાસનું કાર ખરીદવાનું સપનું પુરૂ કરવાવાળી ગાડીઓ હાલમાં બજારમાંથી ગાયબ થઇ રહી છે. એક કે બે કાર સિવાર આ સેગમેન્ટને પુરી કરનારી કાર હવે માર્કેટમાં બહુ ઓછી બચી છે. સ્મોલ બજેટ કાર એટલે કે ઓન રોડ જે કાર 5 લાખ સુધી ઉપલબ્ધ હોય તે આ કેટેગરીમાં આવે છે. આ કેટેગરીમાં અલ્ટો કે એસ પ્રેસો જેવી ગાડીઓ બચી છે અને ઓટોમોબાઇલ કંપનીઓ આવી ગાડીઓ લોન્ચ કરવાનું પ્લાનિંગ પણ કરી રહી નથી.
ઓટો એક્સપો દરમિયાન કેટલાય પ્રકારની કાર શોકેસ અને લોન્ચ કરવામાં આવી, તેમાં નાની કાર અને પાંચ લાખ સુધીની કારનો ઉલ્લેખ પણ ન થયો. આ બધાની પાછલ મોટુ કારણ મોંઘવારી માનવામાં આવે છે. જે વ્યક્તિ ટુ વ્હીલરથી અપગ્રેડ થઇને કાર ખરીદવાનું સપનુ જોતી હતી અને આ પ્રકારની ગાડીઓ લેતી હતી, તે હવે મોંઘવારીના માર નીચે દબાઇ ગઇ છે. તેની બાઇંગ કેપેસિટી ખતમ થઇ ગઇ છે. આ વાત કંપનીઓ પણ માની રહી છે. હવે તેમનું ફોકસ માત્ર અપર મિડલ ક્લાસ પર જ રહી ગયુ છે. મારુતિ જેવી કંપનીના સેલને જોઇને તેનો ક્યાસ લગાવી શકાય છે. ડિસેમ્બર 2021ના સેલની તુલના કરીએ તો 2022માં તેમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
સેડાન અને એસયુવીની ડિમાન્ડ
હાલમાં ઇન્ડિયન માર્કેટમાં સૌથી વધુ ડિમાન્ડ એસયુવી સેગમેન્ટની છે. ત્યારબાદ લોકો સેડાનને પસંદ કરી રહ્યા છે. તેનું કારણ કમ્ફર્ટ અને વધુ સિટિંગ કેપેસિટી છે. આ વાતને જોતા હવે કાર કંપનીઓનું ફોકસ પણ આ બે સેગમેન્ટ પર જ છે. ત્યારબાદ કંપનીઓનું ફોકસ હેચબેક પર છે, કેમકે સિટી રાઇડ અને યુથની પહેલી પસંદ હેચબેક જ છે.
કાર મેન્યુફેક્ચરિંગ પણ મોંઘો સોદો
મેન્યુફેક્ચરિંગની કિંમતો સતત વધી રહી છે. એર બેગ અને પોલ્યુશન નોર્મ્સ જેવા નિયમોના કારણે કારની કિંમત સતત વધે છે. આવા સંજોગોમાં નાની કાર બનાવવી અને તેને બજેટમાં વેચવી મુશ્કેલ બની રહી છે. તેથી કંપનીઓ હવે એવી કાર પર જ ફોકસ કરે છે, જેના ખરીદદારોને થોડા રૂપિયા વધવાથી વધુ ફર્ક પડતો નથી.
આ પણ વાંચોઃ હવે Swiggy કરી રહ્યુ છે છટણીઃ આટલા કર્મચારીઓની જશે નોકરી