ગુજરાત એક તરફ વિકાસની દિશામાં સતત આગળ વધી રહ્યું છે. દેશ વિદેશમાં ગુજરાતની ચર્ચાઓ થઈ રહી છે. વિશ્વ સાથે ભારત અને ગુજરાત ડિજિટલ દુનિયામાં અગ્રસર છે ત્યારે સમગ્ર ગુજરાતમાં RTO નું સોફ્ટવેર છેલ્લા 10 દિવસથી અપડેટ થઈ રહ્યું છે.
એક આંકડા મુજબ ગુજરાતમાં દર મહિને ખાલી 50000 જેટલી ફોર વ્હીલનું વેચાણ થાય છે. અન્ય 2 વ્હીલર અને બીજા વાહનો ગણવા જઈએ તો આંકડો બહુ મોટો છે એટલે રોજની કામગીરી પણ ગણી બધી RTO પાસે રહેતી હોય છે. લાયસન્સ થી લઈને હાલ તમામ RTO ની સેવાઓ ઓનલાઈન છે ત્યારે આટલા દિવસથી સોફ્ટવેર અપડેટ થતું હોય તો ગુજરાતના નાગરિકોને કેટલી તકલીફ પડતી હશે તે પણ વિચારવા જેવી બાબત છે.
આ પણ વાંચો : પતિએ પત્ની હત્યા કરી પછી ઘરમાં જ લગાવી આગ, ફાયર અને પોલીસની ટીમ પણ ચોંકી ઉઠી !
ગુજરાત રાજ્યના કમિશ્નરેટ ઓફ ટ્રાન્સપોર્ટ વેબસાઇટ પર 01/04/2022 ના રોજ ગુજરાતના તમામ RTO ના લેન્ડલાઇન અને કેટલાકના મોબાઈલ નંબર સાથેનું એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ લિસ્ટમાંથી અલગ અલગ RTO ના નંબર ડાયલ કરવાથી જાણ થઈ કે માંડ 2 કે 4 નંબર જ ચાલુ છે બાકીના નંબર તો હાલ સેવામાં જ નથી. જે RTO ઓફિસમાં કોલ કર્યા તેમણે પણ ઓફિસ ટાઈમમાં ફોન ઉચકવાની તકલીફ ન લીધી. કોઈ નાગરિકને ફોન કરી RTO ને લગતી કોઈ માહિતી જોઈતી હોય તો કોલ કયા કરવો. જ્યારે આધુનિક ગુજરાતની વાત થતી હોય ને ગુજરાતનો ડંકો આખા વિશ્વમાં હોય ત્યારે આવી બેદરકારીથી લોકોની હાલાકી થઈ છે અને છેલ્લા 10 દિવસથી તમામ કામગીરી ઠપ જેવી સ્થિતિ પામી છે.