ટોપ ન્યૂઝનેશનલસ્પોર્ટસ

WFIના બ્રિજભૂષણ શરણ સિંહની મુશ્કેલી વધી, કેન્દ્રીય મંત્રીએ આપ્યા મહત્વના આદેશ

Text To Speech

છેલ્લા થોડાં દિવસોથી દેશના પાટનગર દિલ્હીમાં મહિલા કુસ્તીબાજો પર ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ દ્વારા જાતીય સતામણીના આરોપસર ચાલી રહેલા ઉગ્ર વિરોધમાં સરકાર દબાણમાં જોવા મળી રહી છે. આ મામલે એક અહેવાલ મુજબ, કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહને 24 કલાકની અંદર રાજીનામું સોંપવા કહ્યું છે તેમજ આ મામલે તેઓ આજે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી રહ્યા છે.

આ મામલે કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી. જેમાં બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને રવિ દહિયા સહિતના ખેલાડીઓ સામેલ થયા હતા. નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરના કુસ્તીબાજ અને વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારત માટે મેડલ વિજેતા વિનેશ ફોગાટે ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ પર મહિલા રેસલર્સનું જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો : ન્યાયની આશા સાથે બજરંગ પુનિયા રમતગમત મંત્રાલય પહોંચ્યા, કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશનના વિસર્જનની માંગ કરી

અનુરાગ ઠાકુર સહિત સમગ્ર મામલે કેન્દ્ર સરકારે સતત નજર રાખી છે. ત્યારે કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણના રાજીનામાની માંગ કરી હતી અને સરકારને રાષ્ટ્રીય કુસ્તી મહાસંઘને વિસર્જન કરવા વિનંતી કરી હતી. વિરોધ શરૂ થયા પછી રમતગમત મંત્રાલયે બુધવારે (18 જાન્યુઆરી) WFI પાસેથી તેના અને તેના પ્રમુખ પર લાગેલા આરોપો પર સ્પષ્ટતા માંગી હતી. આ ઉપરાંત બ્રિજ ભૂષણ 22 જાન્યુઆરીએ ઇમરજન્સી બેઠકમાં રાજીનામું આપી શકે છે.

વર્લ્ડ ચેમ્પિયન બબીતા ફોગાટનો વિરોધ

ભારતીય કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ચેમ્પિયન રેસલર બબીતા ​​ફોગાટ વિરોધના સ્થળે પહોંચી ગઈ છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે, હું કુસ્તીના આ મામલે મારા તમામ સાથી ખેલાડીઓ સાથે ઉભો છું. હું તમને બધાને આશ્વાસન આપું છું કે હું દરેક સ્તરે સરકાર સાથે આ મુદ્દો ઉઠાવવા માટે કામ કરીશ અને ખેલાડીઓની લાગણીઓ અનુસાર ભવિષ્ય નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો : બજરંગ પુનિયાએ કર્યો મોટો દાવો, ‘રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ વિદેશ ભાગી શકે છે’

Back to top button