વર્લ્ડ

ચીનના તિબેટમાં ભારે હિમપ્રપાત : 8 લોકોના મોત, સેંકડો ગુમ થયાની આશંકા

Text To Speech

ચીનના તિબેટના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં સ્થિત એક શહેરમાં ભારે હિમપ્રપાતને કારણે મોટા નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નિંગચી શહેરમાં આ હિમપ્રપાતને કારણે ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો પહાડો પરથી પડેલા બરફની નીચે દટાઈ ગયા છે. આ દુર્ઘટના કેટલી ગંભીર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ચીનની સરકારે અહીં ફસાયેલા લોકોની મદદ માટે એક રેસ્ક્યુ ટીમ મોકલી છે. આ રાહત-બચાવ ટીમ બરફમાં દટાયેલા લોકોના મૃતદેહોને બહાર કાઢવા ઉપરાંત ગુમ થયેલા લોકોને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

ચીનની સરકારે બચાવ કામગીરી માટે માણસો મોકલ્યા

ઉલ્લેખનીય છે કે, નિંગચીકીની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 9300 ફૂટ છે. તેને તિબેટનું સ્વિત્ઝર્લેન્ડ પણ કહેવામાં આવે છે. ચીનની ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, મેનલિંગ કાઉન્ટીમાં સ્થિત પાઈ ગામને જોડતા રસ્તા પર મંગળવારે રાત્રે લગભગ 8 વાગ્યે હિમપ્રપાત થયો હતો. તેમાં ઘણા લોકો દટાયા હોવાનો અંદાજ છે. ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, ઘટનાની ગંભીરતાને જોતા ચીનની સરકારે 131 લોકો અને 28 વાહનોને બચાવ અભિયાન માટે રાતોરાત મોકલ્યા હતા. આ સિવાય ચીનના ઈમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે પણ એક બચાવ ટીમ રવાના કરી છે. જેમાં 246 જવાનો, 70 વાહનો અને 994 સર્ચ ડિવાઇસનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત ગુમ થયેલા લોકોને શોધવા માટે 10 મોટા ઉપકરણો પણ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.

Back to top button