પાકિસ્તાન : પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાની ચૂંટણી પહેલા વિદેશથી પરત આવશે પૂર્વ PM શરીફ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ આવતા મહિને બ્રિટનથી પોતાના દેશ પરત આવી શકે છે. નવાઝના નજીકના સહયોગી અને સંઘીય મંત્રી સરદાર અયાઝ સાદીકે કહ્યું કે શરીફ આવતા મહિને પરત ફરશે. પીએમએલ-એનના પંજાબ પ્રાંતના ગવર્નર બલીગુર રહેમાને જણાવ્યું હતું કે નવાઝની પુત્રી અને પીએમએલ-એનની મુખ્ય આયોજક મરિયમ નવાઝ આ મહિને લંડનથી પાર્ટીની બાબતોની દેખરેખ માટે પરત ફરશે. વડા પ્રધાનના વિશેષ સહાયક મલિક અહમદ ખાનના જણાવ્યા અનુસાર, નવાઝ પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ચૂંટણી પહેલા પાછા ફરવાની પાર્ટીની વિનંતી પર વિચાર કરી રહ્યા છે.
પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં 90 દિવસ પછી ચૂંટણી યોજાશે
મલિકે વધુમાં કહ્યું કે, “પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં 90 દિવસ પછી ચૂંટણી યોજાશે અને PML-N ઈચ્છે છે કે નવાઝ પાકિસ્તાનમાં રહે અને બંને પ્રાંતોમાં પ્રચારનું નેતૃત્વ કરે.” ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) એ તાજેતરમાં દેશમાં મધ્યસત્ર ચૂંટણીઓ યોજવા પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા વિધાનસભાઓનું વિસર્જન કર્યું હતું.
નવાઝ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે, બીમારીથી પીડિત નવાઝ સારવાર માટે લંડનમાં રોકાયા છે જેના માટે હાઈકોર્ટ દ્વારા તેમને ચાર સપ્તાહની છૂટ આપવામાં આવી છે. લંડન જતા પહેલા તે અલ-અઝીઝિયા ભ્રષ્ટાચાર કેસમાં લાહોરની કોટ લખપત જેલમાં સાત વર્ષની સજા કાપી રહ્યા હતા.