ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : વાવના માડકા નજીક કેનાલમાં 10 ફૂટનું પડ્યું ગાબડું, એરંડાનો પાક થયો ગરકાવ

Text To Speech
  • ભાભરની સણવા કેનાલ પણ તૂટી, પાંચ ફૂટનું ગાબડું પડ્યું

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં સરહદી વાવ તાલુકામાં નર્મદાની કેનાલથી ખેડૂતો જે પાકનું વાવેતર કરે છે, તેને જીવનદાન તો મળે છે. પરંતુ જ્યારે માઇનોર કેનાલો તૂટી જાય છે, ત્યારે કેનાલ પાસેના ખેતરોમાં વાવેતર કરેલો પાક પાણીમાં ગરકાવ થઈ નાશ પામે છે.

વાવ-humdekhengenews

કેનાલના ઉભા પાણી ખેતરમાં ફરી મળતા ખેડૂતોના મોઢે આવેલો કોળીયો ઝુંટવાઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે. જિલ્લામાં બે જગ્યાએ કેનાલ તૂટવાની ઘટના બની હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકાના માડકા ગામ પાસે આવેલી નર્મદાની સવપુરા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલ તૂટી ગઈ હતી. આ કેનાલ તૂટતા 10 ફૂટ જેટલું મોટુ ગાબડું પડી ગયું હતું.

જેના કારણે કેનાલમાંથી પાણી નજીક આવેલા ખેતરોમાં ફરી વળ્યુ હતું. પરિણામે ખેડૂતોએ વાવેતર કરેલ જીરું, રાયડો અને એરંડા જેવા પાકોમાં કેનાલના સતત વહી રહેલા પાણી ભરાઈ જતા આ પાકોને પારાવાર નુકસાન થયું છે.

વાવ-humdekhengenews

જેને લઇને ખેડૂતોમાં નારાજગી પ્રસરી છે. જ્યારે વાવના માડકાની કેનાલ બાદ ભાભર નજીક આવેલા આવેલી સણવા કેનાલમાં પણ પાંચ ફૂટનું ગાબડું પડ્યું હતું. જેના કારણે કેનાલના પાણી ઉભા પાકોમાં ફરી વળતાં ખેડૂતોને ‘રાતા પાણીએ રોવાનો વારો’ આવ્યો છે. આમ ભાભર અને વાવ ના માડકામાં બે જગ્યાએ કેનાલો તૂટવાની ઘટના બની હતી. જેને લઇને નર્મદાની કેનાલની કામગીરી સામે પણ સવાલો ઊઠ્યા છે.

આ પણ વાંચો : પાલનપુર : વીજદરોમાં કરાયેલો વધારો પરત નહિ ખેંચાય તો ‘આપ’ કરશે આંદોલન

Back to top button