

પાલનપુરઃ ધાનેરા-સાંચોર હાઇવે વીંછીવાડી પાસે રીક્ષા અને રાજસ્થાન ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં ત્રણ જેવા લોકોના મોત અને પાંચ જેવા લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. આ બનાવને પગલે સ્થાનિક પોલીસ તેમજ 108 ઘટનાસ્થળે પહોચી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
કમનસીબ મૃતકો
1. નિલાબેન તલસીભાઇ ફુલવાદી
2. દિવાબેન નરેશભાઇ ફુલવાદી
3. શંકરભાઇ તળસીભાઇ ફુલવાદી (ઉં.વ.10,રહે.રાધનપુર)
4. ભાનુબેન પોપટભાઇ ફુલવાદી (ઉં.વ.50,રહે.તમામ રાધનપુર)
4. અરબાઝ (રિક્ષા ચાલક) (રહે.ગવાડી,ડીસા)
ઇજાગ્રસ્ત
1. તળસીભાઇ મણાભાઇ ફુલવાદી (ઉં.વ.35,રહે.રાધનપુર)
3. દરીયાબેન રણજીતભાઇ ફુલવાદી (ઉં.વ.30,રહે.રાધનપુર)
4. સાહીલભાઇ જાકીરભાઇ શેખ (ઉં.વ.22,રહે.ગવાડી-ડીસા)
5. સાહિલભાઇ અકબરભાઇ સેખ (ઉં.વ.21,રહે.પાલનપુર)
6. તથા અન્ય બે નાના છોકરાઓ
ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરંતુ આ બન્નેના પણ સારવાર દરમ્યાન ભાનુબેન ફુલવાદી તથા શંકરભાઇ ફૂલવાદીનું મોત નિપજ્યા હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.