દુનિયાનો સૌથી ઝડપી રનર યુસૈન બોલ્ટ આ વખતે પોતાની દોડના કારણે નહીં પણ એક વિચિત્ર ઘટનાને કારણે ચર્ચામાં આવ્યો છે. એક માહિતી અનુસાર અત્યાર સુધીમાં કરેલી કમાણી અને નિવૃત્તિમાં મળેલા નાણાં ગાયબ થઈ ગયા છે. લંડનથી લઈને બીજિંગ ઓલમ્પિકમાં નવા રેકોર્ડો સર્જનાર યુસૈન બોલ્ટ સાથે આ પ્રકારની ઘટનાથી સૌ કોઈ ચિંતિત થયા છે.
આ પણ વાંચો : ન્યાયની આશા સાથે બજરંગ પુનિયા રમતગમત મંત્રાલય પહોંચ્યા, કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશનના વિસર્જનની માંગ કરી
હાલમાં ઓલમ્પિક રમતોમાં ગોલ્ડ મેડલ જીતનાર યુસૈન બોલ્ટ નિવૃતિ લઈ લીધી છે પણ છેતરપિંડીના કારણે ચર્ચામાં આવી ગયા છે. અહેવાલો મુજબ યુસૈન બોલ્ટના ખાતામાંથી 98 કરોડ રૂપિયા ગાયબ થઈ ગયા છે. તેમનુ આ એકાઉન્ટ સ્ટૉક્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ (SSL) કંપની સાથે હતું.
માહિતી અનુસાર સ્ટૉક્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ (SSL) કંપની દ્વારા છેતરપિંડી અંગે જણાવા મળ્યું છેકે, આ જમૈકાની એક રોકાણ કંપની છે. બીજીતરફ યુસૈન બોલ્ટના વકીલે કંપનીને લેટર મોકલી બોલ્ટના નાણાં પરત આપવા કહ્યું છે. વકીલે લેટરમાં લખ્યું કે, જો આ સત્ય છે, જોકે એવું ન થાય. અમારા ગ્રહાક સાથે છેતરપિંડી અથવા ચોરી જેવો ગુનો આચરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : બજરંગ પુનિયાએ કર્યો મોટો દાવો, ‘રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ વિદેશ ભાગી શકે છે’
11 જાન્યુઆરીએ યુસૈન બોલ્ટને જાણ થઈ કે, તેમનું ફંડ ગાયબ થઈ ગયું છે, ત્યારે ગત બુધવારે તેમના વકીલે કંપનીને નાણાં પરત આપવાની માંગ કરી છે. વકીલે કહ્યું કે, જો કંપની 10 દિવસની અંદર પરત ન આપે તો તેના વિરૂદ્ધ કેસ કરવામાં આવશે. જો કંપનીએ નિર્ધારિત દિવસોમાં નાણાં પરત ન આપ્યા તો યુસૈન બોલ્ટની યોજના આ કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની છે. જોકે આ મામલે કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું નથી.