આયુર્વેદ અને હોમિયોપેથીમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓને માટે ખુશીની સમાચાર સામે આવી રહ્યા છે. આયુર્વેદ અને હોમિયોપેથીમાં નવી 8 કોલેજનો મંજૂરી મળતા 570 નવી બેઠક વધી છે. જેથી વિદ્યાર્થીઓને હવે એડમિશન માટે ફાંફા નહી મારવા પડે. વિદ્યાર્થીઓને હવે સરળતાથી પ્રવેશ મળી શકશે.
આયુર્વેદ અને હોમિયોપેથીમાં 570 સીટોનો વધારો
આયુર્વેદ અને હોમિયોપેથીની નવી શરુ કરાયેલ આ 8 કોલેજોમાં એડમિશન પ્રક્રિયા પણ શરુ કરી દેવામાં આવી છે. નવી 8 કોલેજને મંજૂરી મળતા 570 સીટોનો વધારો થતા વિદ્યાર્થીઓ ફાયદો થશે. હવે વિદ્યાર્થીઓને એડમિશન માટે ધક્કા નહીં ખાવા પડે. સીટોમાં વધારો થતા એડમિશન સરળતાથી મળી રહેશે. અગાઉની આયુર્વેદની ખાલી પડેલ 707 બેઠક અને હોમિયોપેથીની 6 બેઠક માટે હવે નવો ઓફલાઇન રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. 21થી 25 સુધી વિદ્યાર્થીઓએ ઓફલાઇન પ્રવેશ માટે હાજર રહેવું પડશે.
570 સીટો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે
ઉલ્લેખનીય છે કે આયુર્વેદ અને હોમીયોપેથી સ્નાતક અભ્યાસક્રમ માટે અગાઉના રાઉન્ડમાં આયુવેદની 1765 અને હોમીયોપેથીની 3904 એમ કૂલ 5669 સીટો ફાળવવામાં આવી હતી. આ ફાળવણીનાં અંતે હોમીયોપેથીની 6 બેઠકો ખાલી રહી હતી અને રેપોર્ટિંગનાં અંતે હોમિયોપેથી અને આયુવેદની કૂલ 707 બેઠકો ખાલી પડેલ છે. જેમાં હોમિયોપેથી અને આયુવેદની 29 બેઠકો વિદ્યાર્થીઓ દ્વારા કેન્સલ કરવામાં આવી છે. જેથી આગામી છઠ્ઠા ઓફલાઈન રાઉન્ડમાં 7 આયુર્વેદ કોલેજની 470 અને 1 હોમિયોપેથી કોલેજની 100 બેઠકો એમ કુલ 570 નવી બેઠકોને ncism/nch દ્વારા મંજૂરી આપવામા આવી છે. જેથી આ ખાલી સીટો ભરવા માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.
આ પણ વાંચો : અમદાવાદ ધોલેરા અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની કામગીરી પુરજોશમાં, નીતિન ગડકરીએ યોજી બેઠક