પાલનપુર : ડીસા કોલેજમાં 250 વિદ્યાર્થીઓએ તમાકુ નિષેધની લીધી પ્રતિજ્ઞા
- તમાકુ નિયંત્રણનો કાર્યક્રમ યોજાયો હતો
પાલનપુર : ડી.એન.પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ,ડીસાના રાષ્ટ્રીય સેવા યોજના તથા ડીસા અર્બન હેલ્થ સેન્ટરના સયુંકત ઉપક્રમે આચાર્ય રાજુભાઇ રબારીની પ્રેરણાથી તારીખ 19 જાન્યુઆરી ના રોજ તમાકુ નિષેધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના સોસિયલ વર્કર અનિલભાઈ રાવલ તેમજ કાઉન્સેલર નાંદોલિયા કામરઅલીએ વિદ્યાર્થીઓને પી. પી. ટી. ના માધ્યમથી તમાકુ સેવનથી થતી હાની અંગે વાકેફ કર્યા હતા.
પ્રોગ્રામ ઓફિસર ડો. તૃપ્તિબેન સી. પટેલ અને અર્બન હેલ્થ સેન્ટરના હરિસિંહજી દ્વારા આયોજિત તમાકુ નિયંત્રણ વકતૃત્વ સ્પર્ધામાં કુલ 10 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં નિશા સુથાર, કચ્છવા સેજલ અને દેસાઇ અલ્પેશે અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમ મેળવ્યો હતો. વિજેતા વિદ્યાર્થીઓને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ઇનામ આપીને તેમજ બાકીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપીને સન્માનિત કરાયા હતા.
નિર્ણાયક તરીકે ડો. મિતલ એન. વેકરિયા તથા પ્રો. દિવ્યા જી. પિલ્લાઈએ સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં હેલ્થ સુપરવાઈઝર મંજુલા ચૌધરી, દલ્પેશ સાનોદરિયા તેમજ પ્રો. વિશ્વાસ પ્રજાપતિ અને પ્રો. અવિનાશ ચૌધરીએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં 250 વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી તમાકુ નિષેધ માટે પ્રતિજ્ઞા લીધી હતી.
આ પણ વાંચો : અમદાવાદ: જલસા કરવા પત્ની ‘વિકી ડોનર’ બની! ભાંડો ફૂટતા પતિએ કરી પોલીસ ફરિયાદ