Amazonમાં છટણીનો દોર યથાવત, 2300 કર્મચારીઓને અપાઈ વોર્નિંગ નોટિસ
નવા વર્ષની શરૂઆતમાં જ અનેક મોટી કંપનીઓએ તેના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ઈ કોમર્સ કંપની અમેઝોનમાં પણ કર્મચારીઓની છટણીનો દોર યથાવત જ છે. કંપનીએ તેના કેટલાક કર્મચારીઓને આ બાબતે વોર્નિંગ નોટીસ પણ આપી દીધી હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
2300 કર્મચારીઓને વોર્નિંગ નોટીસ અપાઈ
વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોન ફરી એકવાર તેના કર્મચારીઓની છટણી કરશે. અમેઝોને જાન્યુઆરી 2023 ના પહેલા અઠવાડિયામાં જ તેના 8 હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. ત્યારે હજુ પણ બીજા 2300 કર્મચારીઓ પર પણ નોકરી પણ જોખમમા હોવાનું જાણવા મળી રહ્યુ છે. કંપનીએ તેના 2300 કર્મચારીઓને વોર્નિંગ નોટીસ આપી દીધી છે.
અમેરિકા સિવાય કોસ્ટા રિકા અને કેનેડાના કર્મચારીને થશે નુકશાન
એમેઝોન દ્વારા કર્મચારીઓની છટણીથી અમેરિકા સિવાય કોસ્ટા રિકા અને કેનેડામાં કામ કરતા કર્મચારીઓને ફટકો પડશે તેવું ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે હાલ અમેરિકા સહિત વિશ્વમાં મંદીનો આવી છે. જેથી ટ્વિટર, માઇક્રોસોફ્ટ, ફેસબુક જેવી કેટલીક કંપનીઓ તેના કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. કંપનીઓએ બદલાતી આર્થિક સ્થિતિને જોતા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે.
અગાઉ 8 હજાર કર્મચારીઓની થઈ હતી છટણી
અગાઉ 8 હજાર કર્મચારીઓની છટણી કરી હતી કંપનીએ તેના કર્મચારીઓની સંખ્યામાં 2 ટકાનો ઘટાડો કર્યો હતો. આ મામલે કંપનીના સીઈઓ એન્ડી જેસીએ પહેલાથી જ સંકેત આપ્યા હતા કે 18 હજાર લોકો તેમની નોકરી ગુમાવશે. જાન્યુઆરીની શરુઆતથી કંપનીએ કર્મચારીઓની છટણી આરેભી દીધી છે. અને હજુ પણ 2300 કર્મચારીઓ પર છટણીનો ભય મંડરાયેલો છે.
આ પણ વાંચો : આર્મેનિયામાં આર્મી બેરેકમાં ભીષણ આગ, 15 જવાનોના મોત, 3ની હાલત ગંભીર