રાડો, નાડીદોષ ફિલ્મના પ્રોડ્યૂસર મુન્ના શુક્લા વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો
જાણીતા ફિલ્મ પ્રોડ્યૂસર મુન્ના શુક્લા વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવામાં આવી છે. મુન્ના શુક્લાએ સુરતના વેસુમાં શુકુલ ગૃપ ઓફ કંપનીઝ નામથી ઓફિસ શરુ કરીને રોકાણકારોને લોભામણી સ્કીમ આપીને ઠગાઈ કરી હોવાનો આરોપ તેમના પર લગાવામા આવ્યો છે. આ શુકુલ ગૃપ ઓફ કંપનીઝ કંપનીના સંચાલકોએ રોકાણકારોને કરોડોની ઠગાઈ કરી હાલ ફરાર થઈ ગયા છે. શુક્લા એન્ડ કંપનીએ નાડીદોષ, ચાસણી, રાડો જેવી ફિલ્મો બનાવી છે.
શુકુલ ગૃપ ઓફ કંપનીઝના નામે ઠગાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના વેસુમાં શુકુલ ગૃપ ઓફ કંપનીઝ નામે કરોડોની ઠગાઈ કરાઈ હોવાનો રોકાણકોરોએ ફરિયાદ નોંધાવી છે. આ બાબાતે નોધાયેલ ફરિયાદ મુજબ આ કંપનીએ રોકાણ સામે માસિક 4 ટકા વળતર આપવાની જાહેરાત કરી અને બજારમાં કરોડો રુપિયાનું રોકાણ કરાવ્યું હતુ. આ મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ ત્રણ એજન્ટ વિદુદ્ધ 65 લાખના ચિટિંગની ફરિયાદ નોંધી તેમની ધરપકડ કી લીધી છે. જ્યારે કંપનીના સંચાલકો ફરાર થઈ ગયા છે.
રોકાણકારે નોંધાવી ફરિયાદ
સુરતના રાંદેર રોડ પર તાડવાડી વિસ્તારની ભરૂચા સોસાયટીમાં રહેતાં રેખાબેન હરિભાઈ બુંદેલાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર રેખા બુંદેલાને તેમના પરિચિત કલ્પેશ પટેલે મની ફાઉન્ડર કંપની અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે આ કંપનીમાં રોકાણ કરવાથી મહિને 4થી 5 ટકા જેટલું વ્યાજ મળશે. આ બાબતે કલ્પેશે તેણીના ભત્રીજાને રોકાણની વિવિધ સ્કીમ સમજાવી હતી.આમ રેખાબેનને કલ્પેશભઈએ ભરોસામાં લીધા હતા.
કેવી રીતે કરી ઠગાઈ
શુકુલ ગ્રુપ ઓફ કંપનીઝમા રોકાણકારો માટે વિવિધ સ્કીમ વિશે સમજાવ્યુ હતુ આ કંપનીમાં રોકાણ કરવાથી વળતર સારુ મળે છે. અને ફાયદા સમજાવ્યા હતાં. તેમણે કહ્યું કે, 10 હજારનું રોકાણ કરવાથી 1 યુનિટ મળશે. યુનિટની ખરીદી પર 3 ટકા એન્ટ્રી ફી આપવાની અને જ્યારે યુનિટ પરત કરવામાં આવે ત્યારે 3 ટકા કાપી પૈસા ચૂકવાશે. તેવુ જણાવ્યુ હતુ અને અને આ યુનિટમાં યુનિટમાં રોકાણ કરવાથી મહિને 4 થી 22 ટકા વળતર આપવામાં આવે છે. અને તેમા કરેલ રોકાણ એક વર્ષ સુધી પરત માંગી શકાય નહી તેવી શરત પણ મુકી હતી. રેખાબેન હરિભાઈ બુંદેલાએ આ કંપનીમાં પહેલા 2.50 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમની સામે તેમને શરુઆતમાં 4 ટકા પ્રોફિટ મળતો હતો. પછીથી જુલાઇ 2020માં તેઓએ શુકુલ વેલ્થ એડવાઇઝરી નામથી બીજી કંપની શરુ કરી હતી. જેમાં રોકાણ કરવા માટે બૂંદેલાને કહ્યુ હતુ. આમ બૂંદેલાએ 3,39,900 રૂપિયાનું રોકાણ કરીને તમને થોડા સમય 4 થી 5 ટકા વળતર આપવામા આવતું હતુ. પરંતુ તેમણે સેબીએ દરોડા પાડી કંપનીના બેન્ક એકાઉન્ટ સીલ કરી દીધા હોવાનું જણાવી વળતર બંધ કરી દીધુ હતુ. અને કોઈને કોઈ કારણ આપીને રોકાણકારને ઘણા સમયથી છેતરાવતા હતા જેથી આખરે બૂંદેલાએ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કંપની સામે હાલ 65 લાખના ચીટીંગની ફરિયાદ નોંધાઇ છે.
આ પણ વાંચો : દાંડીથી દિલ્હી સુધીની NCC મોટરસાયકલ રેલીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન