અમરાઇવાડી વિસ્તારમાં આર્થિક લાભ માટે સ્ત્રીબીજ ડોનેટ કરી પત્ની વિરુદ્ધ પતિએ જ ફરિયાદ નોંધાવી છે. પત્નીએ નવું આધારકાર્ડ બનાવ્યું, એટલું જ નહીં એક હોસ્પિટલમાં સાક્ષી તરીકે તેના પતિની ખોટી સહી પણ કરી હોવાનું સામે આવ્યુ છે. આ અંગે પોલીસ ફરિયાદ નહીં કરવા પત્ની અને સાસુએ જાનથી મારી નાખવાની ધમકી આપતા અંતે યુવકે પોલીસ ફરિયાદ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં જમીન સંપાદનના કેસમાં સમયસર વળતર ન ચુકાવતા હાઈકોર્ટ આકરા પાણીએ
ફરિયાદની બનાવટી સહી કરાવી સ્ત્રીબીજ ડોનેટ કર્યું
અમરાઇવાડી વિસ્તારમાં રહેતા એક યુવકે તેના પત્ની અનિતા ચાવડા અને સાસુ હંસા પરમાર વિરુદ્ધમાં અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. કે વર્ષ 2019 થી 2022 સુધીમાં તેના પત્ની એજન્ટ મારફતે સ્ત્રીબીજ ડોનર તરીકે કામ કરે છે. આઇવીએફ સેન્ટરમાં પણ તે સ્ત્રીબીજ ડોનર તરીકે જતી હતી. અને અમદાવાદ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં તેણે સ્ત્રી બીજ ડોનેટ પણ કર્યાં છે. અને ફરિયાદીની પત્ની અનિતાએ આધારકાર્ડમાં જન્મના વર્ષમાં છેડછાડ કરીને નવું આધાર કાર્ડ બનાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં ITનું બીજા દિવસે સર્ચ ઓપરેશન, જાણો કોના પર છે તવાઇ
મારા દીકરાના હાથે તને મારી નખાવીશ
ફરિયાદી યુવકને પત્નીની કરતુતો અંગે જાણ થતા તેની પત્ની અનિતાને વાતચીત કરી હતી. અને અનિતા એકદમ ઉશ્કેરાઇ ગયેલ, અને તેની માતા હંસાને બોલાવ્યા હતા. જેમણે ફરિયાદીને ધમકી આપી હતી કે આ બધી વાત ઘરમાં જ રહેવા દેજો, જો પોલીસ ફરિયાદ કરી તો મારા દીકરાના હાથે તને મારી નખાવીશ. જો કે અગાઉ પણ ફરિયાદીને માર માર્યો હોવાની વાત પોલીસ તપાસમા સામે આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ: ડોક્ટરની બેદરકારીથી યુવતીનું મોત, તબીબને રૂ.26 લાખ ચૂકવવા હુકમ
અલગ રહેવાની જીદ કરતા યુવક ભાડે રહેવા ગયો
ફરિયાદી યુવકના લગ્ન 5 વર્ષ પહેલા થયા હતા. લગ્નના કેટલાક વર્ષો બાદ યુવતીની તેના સાસુ-સસરા સાથે માથાકુટ થતા તેણે અલગ રહેવાની જીદ કરી જેથી યુવક નજીકમાં ભાડે રહેવા ગયો. તેણે પોતાનો ઘર સંસાર બચાવવા પગાર પણ પત્નીને આપી દેતો, પરંતુ પત્ની બધા પૈસા મોજશોખમાં વાપરી નાખતી. જેથી કંટાળીને પતિ ફરી માતા-પિતા સાથે રહેવા જતો રહ્યો. જેથી પત્નીએ ભરણપોષણનો કેસ કોર્ટમાં કર્યો હતો બાદમાં 2022માં બંને વચ્ચે સમાધાન થતા સાથે રહેવા લાગ્યા.
આ પણ વાંચો: PSIની ભરતી પ્રક્રિયા પર રોક, જાણો શું છે સમગ્ર મામલો
4 વર્ષથી સ્ત્રી બીજ ડોનેટ કરતી હતી
આ દરમિયાન યુવકને જાણ થઈ કે 2019થી 2022 સુધી તેની પત્ની એજન્ટ મારફતે સ્ત્રી બીજ ડોનર તરીકે કામ કરતી હતી. તેણે અલગ-અલગ હોસ્પિટલોમાં સ્ત્રી બીજ પણ ડોનેટ કર્યા છે. જ્યારે પતિને સમગ્ર મામલાની જાણ થઈ અને તેણે પત્નીને સવાલ કર્યો તો પત્નીએ ઝઘડો શરૂ કરી દીધો અને પોતાની માતાને બોલાવી. સાસુએ આવીને જમાઈને ધમકી આપી કે આ વાત બહાર કોઈને કરશો તો મારા દીકરાના હાથે તમને મરાવી નાખીશ. જે બાદ યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.