ટોપ ન્યૂઝનેશનલ

WFI પ્રમુખ પર જાતીય સતામણીનો આરોપ, કુસ્તીબાજોનું જંતર-મંતર પર પ્રદર્શન

દેશના ટોચના કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે. રેસલર્સે તેના પર મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ બાબતે કુસ્તીબાજ વિનેશ ફોગાટનું કહેવું છે કે જ્યાં સુધી પ્રમુખ બદલાશે નહીં ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. બ્રિજભૂષણ સિંહ ભાજપના સાંસદ પણ છે.

ભારતીય કુસ્તીબાજ અને ઓલિમ્પિયન વિનેશ ફોગટનું કહેવું છે કે મહિલા કુસ્તીબાજોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, કુસ્તીના પ્રમુખે મહિલા ખેલાડીઓનું શોષણ કર્યું છે. ફેડરેશન બળપૂર્વક ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકે છે જેથી ખેલાડી રમી ન શકે. જો કોઇપણ ખેલાડીને કંઇક થશે તો તેના માટે રેસલિંગ એસોસિએશનના પ્રમુખ જવાબદાર રહેશે. જંતર-મંતર ખાતે આ વિરોધ પ્રદર્શનમાં ઓલિમ્પિક જીતનાર સાક્ષી મલિક અને બજરંગ પુનિયા જેવા ખેલાડીઓ સામેલ થયા હતા. લગભગ બે ડઝન કુસ્તીબાજો હડતાળ પર બેઠા હતા.

બજરંગ પુનિયાએ શું કહ્યું?

બજરંગ પુનિયાએ કહ્યું કે તે કુશ્તીને દલદલમાંથી બચાવવા માંગે છે, ખેલાડીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેણે કહ્યું કે એક-બે દિવસ પહેલા નિયમો બનાવવામાં આવે છે જે ખેલાડીઓ પર થોપવામાં આવે છે. એસોસિએશનના પ્રમુખ જ કોચ અને રેફરીની ભૂમિકા ભજવે છે, ગેરવર્તન કરે છે. એટલું જ નહીં, સ્પોન્સર ટાટા મોટર્સ તરફથી કોઈ મદદ ન મળતાં ખેલાડીઓ લાચારી અનુભવે છે અને ફરિયાદ કરવા પર ખેલાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે.

Wrestlers Protest at Jantar Mantar
Wrestlers Protest at Jantar Mantar

શું કહ્યું વિનેશ ફોગાટે?

વિનેશ ફોગાટે આરોપ લગાવ્યો હતો કે ફેડરેશનના વિશેષ કોચ રાષ્ટ્રીય શિબિરમાં મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરે છે. ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી થતી નથી. પ્રમુખે અનેક મહિલા ખેલાડીઓનું પણ શોષણ કર્યું છે. લખનૌમાં એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેથી તેઓ તેમના ઘરમાં અમારું શોષણ કરી શકે, તેઓ અમારા અંગત જીવનમાં દખલ કરે છે.

ફોગાટે કહ્યું કે ટોક્યો ઓલિમ્પિક પછી મેં પીએમને ફરિયાદ કરી હતી, તેમણે કહ્યું હતું કે કંઈ થશે નહીં, પરંતુ તે પછી એસોસિએશન મને સસ્પેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મને જીવનું જોખમ છે. ફેડરેશનના આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમર પાસે કરોડોની સંપત્તિ છે, તેની તપાસ થવી જોઈએ. આટલી સંપત્તિ ઓલિમ્પિક મેડલ વિજેતા પાસે નથી.

Back to top button