સ્પોર્ટસ

IND vs NZ : શુભમન ગિલ વનડેમાં બેવડી સદી ફટકારી બન્યો પાંચમો ભારતીય બેટ્સમેન

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સીરીઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં આઠ વિકેટે 349 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી શુભમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યુ છે. શુભમ ગિલે સૌથી વધુ 208 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : વધુ એક સ્ટાર વેડિંગની તૈયારી, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નની તસ્વીરો અને વીડિયો વાયરલ

ખેલાડી 

રન દેશ વર્ષ

રોહિત શર્મા

264 શ્રીલંકા 2014

વીરેન્દ્ર સેહવાગ

219 વેસ્ટ ઈન્ડિઝ

2011

ઇશાન કિશન

210 બાંગ્લાદેશ

2022

રોહિત શર્મા

209 ઓસ્ટ્રેલિયા

2013

રોહિત શર્મા

208 શ્રીલંકા 2017

શુભમન ગિલ

208 ન્યુઝીલેન્ડ

2023

સચિન તેંડુલકર 200 દક્ષિણ આફ્રિકા

2010

શુભમન ગિલે તેની 19મી ODI ઇનિંગમાં બેવડી સદી ફટકારી હતી. તેણે લોકી ફર્ગ્યુસનની બોલ પર સતત ત્રણ છગ્ગા ફટકારીને 200 રનના બનાવીને વનડેમાં બેવડી સદી ફટકારનાર તે પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો છે.

સૌથી નાની બેવડી સદી

શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં બેવડી સદી ફટકારીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. શુભમને 23 વર્ષ અને 132 દિવસમાં આ કારનામું કર્યું છે. તેના પહેલા આ રેકોર્ડ ઈશાન કિશનના નામે હતો, તેણે 24 વર્ષની ઉંમરે 145 દિવસમાં બાંગ્લાદેશ સામે વનડેમાં બેવડી સદી ફટકારી હતી. તે જ સમયે, આ યાદીમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માનું નામ ત્રીજા નંબર પર છે. તેણે 26 વર્ષ અને 186 દિવસની ઉંમરમાં ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં બેવડી સદી ફટકારી હતી.

ન્યુઝીલેન્ડ સામે સૌથી મોટી ઇનિંગ્સ

શુભમન ગિલે હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામે બેવડી સદી ફટકારીને ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. વાસ્તવમાં શુભમને ન્યૂઝીલેન્ડ સામે હૈદરાબાદમાં સૌથી મોટી ઇનિંગ રમી છે. આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકર (186)ના નામે હતો. સચિને આ રેકોર્ડ 1999માં હૈદરાબાદમાં જ બનાવ્યો હતો. હવે શુભમને 208 રનની ઇનિંગ રમીને સચિનનો આ મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.

આ પણ વાંચો : Chat GPT શું છે? શા માટે તેની પર લાગી રહ્યો છે હિંદુ ધર્મના અપમાનનો આક્ષેપ?

સાથે જ 1000 ODI રન પણ પૂરા કર્યા

શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં પોતાની કારકિર્દીના 1000 ODI રન પણ પૂરા કર્યા હતા. તેણે પોતાની 19મી ઇનિંગ્સમાં આ ખાસ સ્થાન હાંસલ કર્યું હતું. આ સાથે જ શુભમન ઈમામુલ હકની સાથે સૌથી ઝડપી ODIમાં 1000 રન પૂરા કરનાર બીજો ખેલાડી બન્યો છે. આ સાથે જ તે આ કારનામું કરનાર ભારતનો પ્રથમ ખેલાડી બની ગયો છે. તેની પહેલા વિરાટ કોહલી અને શિખર ધવને 24 ઇનિંગ્સમાં પોતાના 1000 વનડે રન પૂરા કર્યા હતા.

Back to top button