ઉત્તર ગુજરાતગુજરાત

ગાંધીનગર : ધારાસભ્યો માટે બનાવવામાં આવી રહ્યા છે આલિશાન ફ્લેટ, ભાડું જાણી ચોંકી જશો

ગુજરાતના ઘારાસભ્યો માટે ગાંધીનગરમાં 200 કરોડના ખર્ચે આલિશાન ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે. આ ફ્લેટમા ધારાસભ્યોને અદ્યતન સુવિધાઓ મળી રહેશે. ગાંધીનગર ખાતે આ ફ્લેટ બનાવવા માટે તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે.

ધારાસભ્યો માટે ફ્લેટ-humdekhengenews

ધારાસભ્યો માટે નવા ફ્લેટ બનાવવાની શરુઆત

ગુજરાતના ધારાસભ્યોને માટે હવે ગાંધીનગરમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ નવા ક્વાર્ટર મળશે. ગાંધીનગરના સેક્ટર-17માં ધારાસભ્યો માટે આ નવા ક્વાર્ટર બનાવવામાં આવી રહ્યા છે. આ માટે રાજ્ય સરકાર 200 કરોડ જેટલી રકમનો ખર્ચ કરશે. આ નવા ક્વાર્ટરમાં ધારાસભ્યોને અનેક આલિશાન સુવિધાઓ આપવામાં આવશે. મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વિધાનસભાની બેઠકોમાં વધારો થવાની સંભાવનાઓ અને નવા ચૂંટાયેલી ધારાસભ્યોને વધુ સુવિધાઓ આપવાના હેતુથી નવા ક્વાટર બનાવવામાં આવી રહ્યા છે.

ધારાસભ્યો માટે ફ્લેટ-humdekhengenews

200 કરોડના ખર્ચે બનશે નિવાસ્થાનો

ગાંધીનગરના સેક્ટર-17 ખાતે ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાન બનાવવામાં આવી રહી છે. જે ટૂક સમયમાં બનીને તૈયાર થઈ જશે. આ નિવાસસ્થાનો બનાવવામાટે રાજ્ય સરકાર 200 કરોડ જેટલી રકમનો ખર્ચ કરશે.

ધારાસભ્યો માટે ફ્લેટ-humdekhengenews

નવા નિવાસસ્થાનોમાં આ સુવિધાઓ હશે ઉપલબ્ધ

ગાંધીનગરના સેક્ટર-17મા 28576 મીટર વિસ્તારમાં નવા ક્વાટર તૈયાર કરવામાં આવી રહ્યા છે. અહી ગ્રાઉન્ડ ફ્લોર સહિત 9 માળના 12 બ્લોક બનાવવામાં આવી રહ્યા છે. અહી એક જ સ્થળ પર કુલ 216 ફલેટ બનાવવામાં આવી રહ્યા છે. એક ફ્લેટમાં 204 ચોરસ મીટરની જગ્યા હશે. આ ક્વાટરમાં 3 બેડરૂમ, રસોડું, ડાઈનિંગ એરિયા, ઓફિસ રૂમ, વેઈટિંગ રૂમ, બાલકની, ડ્રેસિંગ રૂમ, 3 અટેચ બાથરૂમ અને ટોઇલેટ, 1 કોમન બાથરૂમ અને ટોઇલેટ, 1 સરવન્ટ રૂમની સુવિધા મળશે. તેમજ ધારાસભ્યોને અદ્યતન સુવિધાઓવાળા ફ્લેટની સાથે ધારાસભ્યોના નિવાસ સ્થાન પર સ્વિમિંગ પુલ, જીમ, ડાઈનિંગ હોલ, દવાખાનું, વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ પણ મળશે.

ધારાસભ્યો માટે ફ્લેટ-humdekhengenews

ધારાસભ્યોને અહી રહેવા આપવું પડશે આટલુ ભાડું

ધારાસભ્યને મહિને રૂપિયા એક લાખ કરતાં વધુની પગાર અને ભથ્થા ચૂકવામાં આવે છે. ત્યારે હવે રાજ્ય સરકાર ધારાસભ્યોને આધુનિક સુવિધાઓથી સજ્જ રહેઠાણ પણ આપશે. અને ધારાસભ્યોને અદ્યતન સુવિધાઓ વાળા આ ફ્લેટમાં રહેવા માટે મહિને માત્ર 37. 50 રૂપિયા જ ભાડું આપવું પડશે.

આ પણ વાંચો : ધારાસભ્ય કુમાર કાનાણીએ વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓના મુદ્દા પર લખ્યો મુખ્યમંત્રીને પત્ર

Back to top button