Chat GPT શું છે? શા માટે તેની પર લાગી રહ્યો છે હિંદુ ધર્મના અપમાનનો આક્ષેપ?
જો તમે ટેકનોલોજીના શોખીન છો તો Chat GPTનું નામ જરૂરથી સાંભળ્યુ હશે. Chat GPT એક ડીપ મશીન લર્નિંગ બોટ છે. તે તમારા સવાલોના જવાબ આપે છે અને દરેક સવાલ બાદ શીખે પણ છે. ટેક વર્લ્ડમાં આ ટેકનિકની જબરજસ્ત ચર્ચા છે. એવું કહેવાય છે કે આ ટેકનિક ભવિષ્યમાં ગુગલના સર્ચ એન્જિનને ખતમ કરી શકે છે, પરંતુ તેની શરૂઆતની સાથે જ તેની સાથે એક વિવાદ જોડાઇ ગયો છે. વિવાદ પણ એવો છે કે આ ટેકનિક હિંદુ ધર્મનું અપમાન કરે છે. Chat GPT પર આક્ષેપ છે કે આ ટેકનિકને એ રીતે ડિઝાઇન કરાઇ છે, જેના દ્વારા તે હિંદુ ધર્મને અપમાનિત કરે છે. આ ટેકનિક હિન્દુ ધર્મને કેવી રીતે નિશાન બનાવે છે તે સમજતા પહેલા તેની ટેકનિકને જાણી લઇએ.
તમારા દરેક સવાલના જવાબ આપશે Chat GPT
Chat GPTમાં ચેટ કરવાનો મતલબ તો દરેક વ્યક્તિ જાણે છે. બે લોકોની વચ્ચેની વાતચીત, જેમકે તમે તમારા કોઇ મિત્ર સાથે વોટ્સએપ પર ચેટ કરો છો. અહીં GPTનો અર્થ છે જનરેટેડ પ્રી-ટ્રેન્ડ ટ્રાન્સફોર્મર. ગુગલ સર્ચ એન્જિનની જેમ તેની પાસે પણ તમારા દરેક સવાલનો જવાબ છે. તમે તેને કોઇ પણ સવાલ કરો, તમને યોગ્ય જવાબ મળશે, પરંતુ તેને ગુગલ સર્ચ એન્જિન સમજવાની ભુલ ન કરો. તે દુરની વાત છે.
ગજબ છે Chat GPT
તમારે ઓફિસમાં રજા લેવાની હોય, કે બોસને કોઇ અરજી આપવાની હોય તો ડરો નહીં, Chat GPT પર જાવ, તેને આદેશ આપો. થોડી મિનિટોમાં તમારી એપ્લિકેશન તૈયાર હશે. તમારે કોઇ કહાની લખવી છે અથવા કોઇ પેપર લખવુ છે, Chat GPT તે પણ તૈયાર કરી દેશે.
કેમ લાગી રહ્યો છે ધર્મના અપમાનનો આક્ષેપ?
Chat GPTને જ્યારે હિન્દુ ધર્મ પર સવાલ કરાય છે તો તે અપમાનજનક જવાબ આપે છે. એટલુ જ નહિ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત Chat GPT હિન્દુ દેવી દેવતાઓ જેમકે શ્રીરામ, લક્ષ્મણ, સીતા અને રામાયણ જેવા ગ્રંથો પર પણ મજાક કરે છે. જો તેને બીજા ધર્મો મજાક અંગે પુછવામાં આવે તો તે માફી માંગે છે અને કહે છે કે આ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. મતલબ કે તેની ડિઝાઇન પણ એવી છે કે તે હિંદુ ધર્મ પર મજાકની અનુમતિ તો આપે છે, પરંતુ બીજા ધર્મો અંગે ચુપ રહે છે.
આ પણ વાંચોઃ વર્ષની પહેલી શનૈશ્વરી અમાસ કેમ છે ખાસ? શનિદેવને પ્રસન્ન કેવી રીતે કરશો?