મનોરંજનસ્પોર્ટસ

વધુ એક સ્ટાર વેડિંગની તૈયારી, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નની તસ્વીરો અને વીડિયો વાયરલ

Text To Speech

બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેએલ રાહુલના ઘરેથી એક વીડિયો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો : અંબાણી પરિવારમાં લગ્નની તૈયારી, રાધિકા મર્ચન્ટનો વીડિયો થયો વાઈરલ

બોલિવૂડમાં એક થી વધુ સુપરહિટ ફિલ્મો આપનાર સુનીલ શેટ્ટી હાલના દિવસોમાં તેની ફિલ્મો કરતા તેની પુત્રી આથિયા શેટ્ટીના લગ્નના સમાચારને કારણે ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસોથી આથિયા અને કેએલ રાહુલના લગ્નની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર, બંને 23 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્નના સમાચાર વચ્ચે હવે એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લાગે છે કે હવે બંનેના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla

ક્રિકેટરના ઘરે લગ્નનો માહોલ

આ વીડિયોમાં કેએલ રાહુલનું ઘર સજાવેલું જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઘરની બહાર ફુગ્ગા લટકતા જોવા મળે છે, સાથે જ લાઈટોના તાર પણ લગાવવામાં આવ્યા છે. આ વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે કેએલ રાહુલના ઘરે લગ્નની તૈયારીઓ જોરશોરથી શરુ થઈ ગઈ છે.

કેએલ રાહુલનું ઘર રોશનીથી ઝગમગી ઉઠ્યું

આ વીડિયો સિવાય કેએલ રાહુલના ઘરની બહારના કેટલાક ફોટો પણ જોવા મળે છે કે જેમા રાતના અંધકારમાં ક્રિકેટરનું ઘર રોશનીથી ઝગમગતું જોવા મળે છે. ફુગ્ગા અને રોશનીથી શણગારેલું ઘર ખૂબ જ સુંદર લાગે છે. જોકે, આ વીડિયો અને ફોટો સામે આવ્યા બાદ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની ચર્ચા વધુ તેજ બની છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

અથિયા શેટ્ટીના લગ્નનું ફંક્શન ખંડાલા ફાર્મ હાઉસમાં યોજાશે

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જોકે હવે થોડા દિવસોમાં બંને એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ 21 જાન્યુઆરીથી લગ્નના ફંક્શન શરૂ થશે અને પછી 23 જાન્યુઆરીએ બંને એકબીજા સાથે લગ્ન કરશે. તેમજ સૂત્રો દ્વારા પણ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આથિયા શેટ્ટીના લગ્નનું ફંક્શન સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મ હાઉસમાં યોજાશે. તેમનું ફાર્મ હાઉસ એકદમ લક્ઝુરિયસ છે જે 6200 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે.

Back to top button