ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત : મુખ્યમંત્રી કરશે બોટાદમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી, તો મંત્રીઓ પહોંચશે વિવિધ જિલ્લાઓમાં, જાણો સમગ્ર યાદી

Text To Speech

દેશભરમાં એક તરફ પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજ્ય સરકાર પણ તેના માટે તૈયાર થઈ છે. આ વખતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ બંને બોટાદ જિલ્લામાં યોજાનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપશે. બોટાદમાં પ્રથમ વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો : પ્રજાસત્તાક દિવસે દિલ્હી ખતરામાં ! પાકિસ્તાને ડ્રોપ ડેડ પદ્ધતિથી હથિયાર મોકલ્યા

બોટાદમાં યોજાનારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા વિવિધ પરેડ અને પરાક્રમો કરવામાં આવશે. ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખીને તમામ વિભાગોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જણાવી દઈએ કે ગણતંત્ર દિવસ પર રાજ્ય સ્તર અને જિલ્લા સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓને સન્માનિત કરવામાં આવે છે.

26 januaray 2023 Hum Dekhenge News
રાજ્યના મંત્રીઓની 26 જાન્યુઆરીની ઉજવણી

પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા સીએમ પટેલ બોટાદ પહોચશે અને વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવા ઉપરાંત બોટાદ જિલ્લાની બે કોફી ટેબલ બુકનું વિમોચન કરશે.બોટાદમાં પ્રથમ વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. જેથી પ્રશાસન દ્વારા પણ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્યના વિધાનસભા સ્પીકર શંકર ચૌધરી રાજકોટમાં તો મંત્રીઓમાં કનુભાઈ દેસાઈ સુરત ખાતે, ઋષિકેશ પટેલ અમદાવાદ, રાઘવજી પટલે જૂનાગઢ, બળવંત સિંહ રાજપુત બનાસકાંઠા, તો ગાંધીનગરમાં કુવંરજી બાવળિયા, જામનગરમાં મૂળુભાઈ બેરા, દાહોદમાં કુબેરભાઈ દિંદોર અને ભાનુબેન બાબરિયા ભાવનગરમાં ધ્વજ વંદન કરશે.

જ્યારે રાજ્યકક્ષાના મંત્રીઓમાં પણ હર્ષ સંઘવી વડોદરા ખાતે, જગ્દીશ વિશ્વકર્મા મહેસાણામાં, પરષોત્તમ સોલંકી અમરેલી ખાતે, બચુભાઈ ખાબડ ખેડામાં, તો મુકેશ પટેલ વલસાડ, પ્રફુલ પાનસેરિયા કચ્છ, ભીખુસિંહ પરમાર સાબરકાંઠા અને કુવરસિંહ હળપતિ ભરૂચમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરશે.

આ પણ વાંચો : ગૃહરાજ્યમંત્રીએ વ્યાજખોરોને અંગે કહી મહત્વની વાત, હવે ચેતવણી નહીં પણ એક્શન લેવાશે

Back to top button