રિવરફ્રન્ટ પરથી મોતની છલાંગ લગાવનાર યુવકની થઈ ઓળખ, 8 કલાક પહેલાં જ સોશિયલ મીડિયા પર કરી હતી પોસ્ટ !
અમદાવાદમાં ફૂટ ઓવર અટલ બ્રિજ પરથી મંગળવારે એક યુવાકે મોડી સાંજે નદીમાં ઝંપલાવ્યું હતું, જેને શોધવામાં ફાયરની ટીમને બે કલાક જેટલો સમય લાગ્યો હતો. જો કે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ યુવક પાલનપુરનો છે અને તે NHL મેડીકલ કોલેજમાં બીજા વર્ષમાં MBBSમાં અભ્યાસ કરતો પારિતોષ મોદી નામક યુવક છે.
આ પણ વાંચો : અમદાવાદ રિવરફ્રન્ટ: સાઇક્લિંગના રેટમાં 300 ટકાનો વધારો, જાણો કેટલુ વધ્યું ભાડુ
પારિતોષની મોતની છલાંગ અંગે સૌથી મોટી વાત સામે આવી છે કે, મૃતકે સોશિયલ મીડિયામાં ફ્રીડમની પોસ્ટ મૂકીને 8 કલાક બાદ સાબરમતી નદી પરથી કુદકો માર્યો છે. જો કે પરિવાર અને તેના નજીકના મિત્રો કોનાથી અને ક્યા મુદ્દે ફ્રીડમ મેળવવા માંગતો હતો તેની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ પોલીસ પણ આત્મહત્યા પાછળનું કારણ શોધી રહી છે.
આ ઉપરાંત પારિતોષે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવતાં ફાયરની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં ફાયરની ટીમને 2 કલાકની મહેનત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આ સાથે અટલબ્રિજની ફ્રેમ પાસેથી યુવકનો મોબાઈલ ફોન પણ મળ્યો છે. જેના બાદ પોલીસે તમામ દિશામાં તપાસ શરૂકરી છે.
છેલ્લા થોડા સમયથી અમદાવાદમાં આત્મહત્યાની ઘટના વધવાના કારણે રિવરફ્રન્ટ પર પોલીસ અને પ્રાઇવેટ બાઉન્સર દ્વારા દેખરેખ રાખવામાં આવે છે તેમ છતાં આ પ્રકારની ઘટના બની તેના કારણે સવાલો ઉઠી રહ્યા છે કારણ કે, બ્રિજ પર સિક્યુરિટી અને બાઉન્સરની હાજરીમાં જ યુવકે કઇ રીતે બ્રિજ પરથી ઝંપલાવ્યું તે વિચારવાનો પ્રશ્ન છે. અટલ બ્રિજ બન્યા બાદ આપઘાત કર્યાનો આ પહેલો બનાવ છે પણ આ પ્રકારની ઘટનાને કારણે લોકોમાં પણ રોષ દેખાઇ રહ્યો છે.