ગૃહરાજ્યમંત્રીએ વ્યાજખોરોને અંગે કહી મહત્વની વાત, હવે ચેતવણી નહીં પણ એક્શન લેવાશે
સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ એક ઝુંબેશ ઉઠાવી છે. જેમાં વ્યાજે પૈસા આપી ખોટી રીતે હેરાન કરતા અને વધારાના પૈસા પડાવી લેતા વ્યાજખોરોને પકડીને તમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ વ્યાજખોરીને લઈને આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. આજે વ્યાજખોરોને લઈ હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન આપ્યુ છે.
હવે વ્યાજખોરો વિરુદ્ધ સીધો એક્શન લેવાશે
હર્ષ સંઘવી વ્યાજખોરીને લઈને એક્શનમાં જોવા મળી રહ્યા છે. ગરીબો પાસેથી ખોટી રીતે વ્યાજના પૈસા વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે લાંલ આંખ કરી છે. ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ વ્યાજખોરીના આ દુષણને ડામવા માટે સમગ્ર રાજ્યમાં એક ઝુંબેશ ઉપાડી છે. ત્યારે આજે અંબાજી પહોંચેલા હર્ષ સંઘવીએ વ્યાજખોરોને લઈને નિવેદન આપ્યુ છે. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે “હવે રાજ્યમા કોઈપણ નાગરિકને વ્યાજ ખોર ત્રાસ આપતો હોય તો તે ચલાવી દેવામાં આવશે નહીં. વ્યાજખોરોને સંદેશો કે ચેતવણી આપવાની જરૂરિયાત નથી હવે માત્ર અને માત્ર એક્શન લેવાનો સમય છે. ” સાથે આવનારા સામય માં આ કાયદો વધુ કડક બને તેવી પણ સંભાવનાઓ હર્ષ સંઘવીએ વ્યક્ત કરી હતી.
ખોટી ફરિયાદ કરી શકાશે નહી
વ્યાજખોરીની ખોટી ફરિયાદને લઈને પણ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યુ હતું જેમા તેમણે જણાવ્યુ હતુ કે કોઈ જગ્યાએથી વ્યાજખોરીની ખોટી ફરિયાદ કરવામા આવશે તો તેને સ્વીકારવામાં આવશે નહી. જો કોઈએ મદદરૂપી રૂપિયા આપ્યા હોય અને કોઈ વ્યક્તિ દ્વારા આ બાબતે ખોટી ફરિયાદ કરશે તો આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં તે વી ખાતરી પણ હર્ષ સંઘવીએ આપી હતી.
આ પણ વાંચો : રાજકોટ રૂરલ SOG અને જામનગર ઉદ્યોગનગર ચોકીના ASI રૂ.35000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા