ભારતે ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું, જાણો બંને ટીમોના પ્લેઈંગ 11
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સીરીઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમ પાંચ વર્ષ બાદ ભારતમાં વનડે શ્રેણી રમી રહી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ શ્રેણીની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છશે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : અમદાવાદ રિવરફ્રન્ટ: સાઇક્લિંગના રેટમાં 300 ટકાનો વધારો, જાણો કેટલુ વધ્યું ભાડુ
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડ માટે આ મેચ જીતવા તેટલી સરળ નથી કારણ કે ટીમનો નિયમિત કેપ્ટન કેન વિલિયમસન આ પ્રવાસ પર નથી. ટોમ લાથમ આ સીરીઝમાં ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ કરશે.
ન્યૂઝીલેન્ડની ટીમ પાંચ વર્ષ બાદ વનડે સીરીઝ રમવા માટે ભારત આવી છે. ભારતે અત્યાર સુધી પોતાના દેશમાં કિવી ટીમ સામે એકપણ વનડે સીરીઝ હાર્યા નથી. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત ભારતની જીતનો રેકોર્ડ જાળવી રાખવા માંગશે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટોસ દરમિયાન તેણે કહ્યું કે, તે ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયા રાત્રિના સમયે બોલિંગ કરે અને લક્ષ્યનો બચાવ કરીને મેચ જીતે. ભારતે શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ આ સિરીઝમાં આ જ પ્રદર્શન ચાલુ રાખવું ભારત માટે મોટો પડકાર હશે.
Captain @ImRo45 wins the toss and elects to bat first in the 1st ODI at Hyderabad.
A look at our Playing XI for the game.
Live – https://t.co/A8LXxHogCU #INDvNZ pic.twitter.com/H8ruY6Efr6
— BCCI (@BCCI) January 18, 2023
બંને ટીમના 11 રમી રહ્યા છે
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.
ન્યુઝીલેન્ડ: ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર/ કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, હેનરી શિપલી, મિશેલ સેન્ટનર, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર.