ટોપ ન્યૂઝનેશનલ

દેશના આ ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અંગે આજે બપોરે 2.30 કલાકે ચૂંટણી પંચ કરશે જાહેરાત

Text To Speech

દેશમાં ફરી એક વખત ચૂંટણીની ધમધમાટ જોવા મળશે. હજી ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે પૂર્વત્તરના નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીની જાહેરાત આજે બપોરે 2.30 કલાકે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવશે. આ વર્ષે ઘણાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જોવા મળવાની છે તેની વચ્ચે આગામી દિવસોમાં પૂર્વત્તરના ત્રણ રાજ્યોમાં ચૂંટણીથી આ વર્ષની શરૂઆત થશે.

આ પહેલા ચૂંટણી પંચ ત્રણેય રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓની પણ સમીક્ષા કરશે. પૂર્વોત્તરના આ ત્રણેય રાજ્યોમાં આયોગે ચાર દિવસની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમાર સાથે બંને આયુક્ત અનૂપ ચંદ્ર પાંડે અને અરુલણ ગોયલ પણ હતા.

આ પણ વાંચો : ઈન્ડિગોની ફ્લાઈટમાં ઈમરજન્સી દરવાજો ખોલવા બાબતે રાજકારણ શરૂ થયું, જાણો કોણે શું કહ્યું ?

ખાસ વાત એ છેકે, ત્રણેય રાજ્યોમાં માર્ચ-2023માં કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. જેમાં નાગાલેન્ડમાં 12 માર્ચ, મેઘાલયમાં 15 માર્ચ અને ત્રિપુરામાં 22 માર્ચના રોજના વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.

Election In India Hum Dekhenege

આવતા વર્ષે 2024ની સામાન્ય ચૂંટણી પહેલા પૂર્વોત્તરના રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ સહિત દેશના કુલ 9 રાજ્યોમાં ચૂંટણી યોજાશે. આજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે પહેલા પૂર્વોત્તર રાજ્યોમાં ચૂંટણી યોજાશે. કર્ણાટકમાં એપ્રિલ કે મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાય તેવી શક્યતા છે.

આ ઉપરાંત 40 સભ્યોની મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 17 ડિસેમ્બર, 2023 ના રોજ સમાપ્ત થાય છે, જ્યારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણાનો કાર્યકાળ જાન્યુઆરી 2024 માં અલગ-અલગ તારીખે સમાપ્ત થાય છે.

આ પણ વાંચો : આવતા દિવસોમાં ભારતનો શ્રેષ્ઠ યુગ આવી રહ્યો છે, કાર્યકારિણીની બેઠકમાં પીએમ મોદીનું સંબોધન

Back to top button