ટોપ ન્યૂઝબિઝનેસ

શા માટે રિઝર્વ બેન્કે જૂની પેન્શન સ્કીમ સામે વાંધો ઉઠાવ્યો ?

Text To Speech

હાલમાં ઘણાં રાજ્યોમાં જૂની પેન્શન સ્કીમ (OPS) ફરીથી લાગુ કરવામાં આવી રહી છે ત્યારે આ મુદ્દે દેશની સેન્ટ્રલ રિઝર્વ બેન્કે ચેતવણી આપી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આ મુદ્દે રાજ્યોને કહેવામાં આવ્યું છે કે, આ રાજ્યોની નાણાંકીય બાબતો પર મોટું જોખમ સાબિત થશે અને જેના માટે પૈસા પણ પૂરતા ન હશે. જેથી રાજ્યની જવાબદારીમાં વધારો થશે.

કેમ RBI એ જૂની પેન્શન સ્કીમ સામે વાંધો ઉઠાવ્યો ?

પણ સમજવાની વાત એ છેકે કેમ આ મુદ્દો સામે આવ્યો ? હાલમાં જ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકારે મોંઘવારી ભથ્થા સાથે જોડાયેલ જૂની પેન્શન સ્કીમને ફરીથી લાગુ કરવાની જાહેરાત કરી છે. જે પહેલાં કોંગ્રેસ શાસિત રાજસ્થાન અને છત્તીસગઢમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવી છે. તેમજ આમ આદમી પાર્ટી શાસિત પંજાબમાં પણ તેના અંગેની વિચારણા ચાલી રહી છે. જેના કારણે RBI ચિંતિત થયું છે.

આ પણ વાંચો : “RSS ઓફિસમાં નહી જઈ શકુ, મારું ગળુ કાપવુ પડશે,” સુરક્ષા ચૂકને લઈને રાહુલ ગાંધીએ આપ્યો જવાબ

આ અંગે RBI નું માનવું છે કે, જૂની પેન્શન યોજના રાજ્યોના ભવિષ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આનાથી રાજ્યોની નાણાકીય સ્થિતિ પર દબાણ નહીં આવે પરંતુ રાજકોષીય ખાદ્યમાં પણ વધારો થશે. કેન્દ્રીય બેન્કે કહ્યું કે કેટલાક રાજ્યોએ જૂની પેન્શન યોજના પાછી લાગુ કરી છે. આ તેમની નાણાકીય સ્થિતિ માટે મોટું જોખમ ઊભું કરે છે.

OPS demand in Gujarat

એટલું જ નહીં કેટલાક અર્થશાસ્ત્રીઓ દ્વારા પણ દેશમાં આગાઉ ચાલતી જૂની પેન્શન સ્કીમ પર ચિંતા વ્યક્ત કરી છે. અને રિઝર્વ બેન્કના મુદ્દા સાથે સહમતિ વ્યક્ત કરતાં જણાવ્યું છેકે, આ પગલા બાદ રાજ્યોના નાણાકીય સંસાધનોની વાર્ષિક બચત થોડા સમય માટે રહેશે. વર્તમાન ખર્ચને ભવિષ્ય સુધી સ્થગિત કરીને રાજ્યો જોખમથી દૂર રહેશે બીજી તરફ આવનારા વર્ષોમાં અનફંડ્ડ પેન્શનની જવાબદારી રાજ્યો પર ભારે પડશે.

સરકારોની બચત  પર અસર થશે 

રિઝર્વ બેન્કે તાજેતરમાં જ રાજ્યોની નાણાકીય સ્થિતિને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં રાજ્યોએ જૂની પેન્શન યોજના લાગુ કરી છે તેમનું કહેવું છે કે તેની પાછળ કર્મચારીઓને સામાજિક સુરક્ષા આપવાની સાથે રાજ્યના જન કલ્યાણનો સિદ્ધાંત છે. જો કે, ઘણા અર્થશાસ્ત્રીઓએ રાજ્ય સરકારોના આ પગલા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

Back to top button